ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક જિલ્લા મથકે ભારત નિર્માણ પ્રદર્શનનું આયોજન કરાયું જે અંતર્ગત આજે વલસાડ ખાતે કોંગ્રેસ પક્ષના 60 વર્ષના રાજકારણ દરમિયાન ભારતદેશના નિર્માણમાં કોંગ્રેસ પક્ષનું યોગદાનના પ્રદર્શન ને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રદર્શન બે દિવસ સુધી ચાલશે. ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા આઝાદ ભારતના નિર્માણમાં કોંગ્રેસપક્ષ દ્વારા 60 વર્ષના રાજકારણ દરમિયાન કરવામાં આવેલા કાર્ય તેમજ યોગદાનનું મહત્વ આજની યુવા પેઢી તેનાથી પરિચિત થાય તે હેતુથી કોંગ્રેસ પક્ષ દ્વારા ભારત નિર્માણ પ્રદર્શનનું આયોજન દરેક જિલ્લા મથકે કરાયું છે. ભારત દેશ આઝાદ થાય પછી કોંગ્રેસ પક્ષ દ્વારા ભારત દેશમાં કરાયેલા વિવિધ યોગદાન જેવા કે બેકિંગ ક્ષેત્રે, આર્થિક ઉદારીકરણ, ખેતી ક્ષેત્રે, શ્વેત ક્રાંતિ, હરિત ક્રાંતિ, કોમ્પ્યુટર યુગની શરૂઆત પણ કોંગ્રેસ પક્ષની દેન હોવાનું અગ્રણીઓ એ જણાવ્યું હતું. પ્રદર્શન પ્રસંગે આહવા ડાંગ નાં ધારાસભ્ય મંગળ ગાંવિત અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી સહિત મહિલા કોંગ્રેસના પ્રમુખ,કાર્યકર્તા અને યુથ કોંગ્રેસ નાં પ્રમુખ અને કાર્યકર્તાઓ સહિત પ્રદેશ પ્રવક્તા મનીષ દોશી પણ ખાસ હાજર રહ્યા હતા. આ પ્રદશન નો લાભ લેવા વલસાડવાસીઓ ને વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આમંત્રણ પાઠવામાં આવ્યું છે.
http://https://youtu.be/vgwxsFsnnQg