શરીર ના 92 ટકા ભાગે દાઝી જતા હાલત ગંભીર. વલસાડ જિલ્લા ના અંભેટી ગામમાં ઘરમાં પતિ સાથે થયેલી સામાન્ય બોલાચાલીમાં આવેશમાં આવી જઇ મહિલા એ શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દેતા મહિલા આખા શરીરે ગંભીર રીતે દાઝી જતા પ્રથમ નાનાપોંઢા ની હોસ્પિટલમાં લઈ જવાયા બાદ વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. 22 વર્ષીય ભાવીનીબેન ને પોતાના પતિ હિતેશ ભાઈ પટેલ સાથે શાકભાજી બગડી જવા મુદ્દે ઝગડો થતા તેણી એ આવેશમાં આવી જઈ આ પગલું ભર્યું હતું આ દંપતી ને હાલમાં માત્ર દોઢ માસ ની નાની બાળકી છે તેની પણ ચિંતા કર્યા વગર પરણીતા એ આ પગલું ભરતા ચકચાર મચી ગઇ છે. સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ડોકટર ને પૂછતાં તેઓ એ મહિલા 92% દાઝી ગયેલ છે, જેઓ ની સારવાર ચાલુ હોવાનું જણાવ્યું હતું.
Sunday, May 5