તસ્વીર;- સુભાષ ઠાકોર વલસાડ
પ્રજાસતાક દિનની પૂર્વ સાંધ્યએ માજી સૈનિકોનું સન્માન થકી સૂફી સિંગર ભાવિન શાસ્ત્રી દ્વારા સંગીત કાર્યક્રમ
પત્રકાર વેલ્ફેર એસોશિયેશન વલસાડ દ્વારા આયોજિત પ્રજાસતાક દિનની પૂર્વ સંધ્યાએ એક અનોખો કાર્યક્રમ “સહજ રિયલ્ટી” પ્રસ્તુત “દેશ બદલ રહા હૈ” મ્યુઝિકલ ઇવનિંગનું આયોજન તારીખ 25જાન્યુઆરીના રોજ વલસાડ ની શ્રીજી પાર્ટી પ્લોટ ખાતે રાખ્યું છે જે કાર્યક્રમ ના ભાગ રૂપે યોજાયેલ પત્રકાર પરિસદ માં જાણીતા લોકપ્રિય બૉલીવુડ સૂફી સિંગર ભાવિન શાસ્ત્રી હાજર રહ્યા હતા જેમના જણાવ્યા મુજબ આ કાર્યક્રમ કરવા પાછળ જે કાઈ પણ રકમ જમા થશે તે તમામ રકમ ભારતીય સૈનિક ફંડ અને વલસાડ પત્રકાર વેલ્ફેરના ફંડ માં જમા થશે, સાથે પ્રજાસતાક દિનની પૂર્વ સાંધ્યએ માજી સૈનિકોનું સન્માન કરી દેશમાટે પોતાનું બલિદાન સંપૂર્ણ જીવન આપીદેનાર સૈનિકોનું પણ સન્માન કરવામાં આવશે જે કાર્યક્રમ ને સફળ કરવા પાછળ વલસાડ ની અલગ-અલગ સંસ્થા જેમાં ઉમિયા સોશિયલ ટ્રસ્ટ,સેવા મિત્ર મંડળ,અનાવિલ પરિવાર,અનુભૂતિ એસો.ફોર સોશિયલ વેલ્ફેર,અનાવિલ સમાજ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ ની રૂપરેખા સંભાળશે ત્યારે આ કાર્યક્રમ સફળ માં હાજરી આપવા અને પ્રજાસતાક દિનની પૂર્વ સાંધ્યએ માજી સૈનિકોનું સન્માન કરવા વલસાડ વાસીઓને આમંત્રણ પાઠવ્યું છે.