વલસાડ શહેરમાં હાઉસ ટેક્સ ભરવા બાબતે વારંવાર સૂચના અને નોટિસ આપવા છતાં વેરો નહિ ભરનાર ધારકો ના ઘર સીલ કરવાની પાલિકા દ્વારા કામગીરી શરૂ થતાં ફફડાટ ફેલાયો છે. વિગતો મુજબ આશરે એક કરોડ થી વધુ નો વેરો બાકી નીકળી રહ્યો છે જે અંગે આખરે વેરો વસુલ કરવા પાલિકા ની 4 ટિમો શહેરમાં નીકળી હતી અને વેરો નહિ ભરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરી વેરા વસુલાત અભિયાન શરૂ કર્યું છે. પાલિકા ની આ કામગીરી ને પગલે સબંધીતો માં ભારે ટેન્સન નો માહોલ જોવા મળ્યો હતો.
Saturday, May 18