વલસાડ જિલ્લા આરટીઓ વિભાગ દ્વારા આગામી તારીખ 11 જાન્યુઆરી 2020 થી તારીખ 17 જાન્યુઆરી ૨૦૨૦ સુધી 31માં નેશનલ રોડ સેફટી વીકની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન આરટીઓ વિભાગ દ્વારા રોડ પર વાહન ચલાવતા અનેક વાહનચાલકોને વાહન ચલાવતી વખતે રાખવામાં આવતી તકેદારી તેમજ આર ટી ઓ ના નિયમો અંગે જાગૃતતા લાવવા માટે વિવિધ સેમિનાર સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ અંગે માહિતી આપતા આરટીઓ વિભાગના વલસાડ જિલ્લા આરટીઓ અધિકારી રાવલીયા એ જણાવ્યું કે road safety week નું ઉદ્ઘાટન જિલ્લા કલેકટરના હસ્તે થશે જે બાદ શાળા-કોલેજો અને વિવિધ સ્થળો પર વાહનચાલકોને વાહન ચલાવતી વખતે સીટબેલ્ટ, હેલ્મેટ, મોબાઇલ પર વાત ન કરવી જેવી અનેક માહિતીથી માહિતગાર કરાશે. ગ્રામ્યકક્ષાએ શાળાઓમાં તેમજ શેરીઓમાં safety મેળાનું આયોજન કરાશે અને સાથે સાથે હેવી ટ્રાફીક અને હેવી ટ્રકના ડ્રાઈવર માટે આઈ ચેક-અપ કેમ્પનું પણ આયોજન થશે. સ્કૂલવાન તેમજ સ્કૂલમાં બાળકોને લઈ જતાં વાહનચાલકો માટે પણ સ્પીડ લિમિટ અંગે માહિતી અપાશે, મહત્વનું છે કે આજકાલ દરેક વાહનો મોટાભાગે યુવાનો અને યુવતીઓ ચલાવતા હોય ત્યારે વિશેષ જાગૃતતા કાર્યક્રમ સ્કૂલ અને કોલેજોમાં આયોજિત કરવામાં આવશે અને વાહન ચલાવતી વખતે safety ને વધુ ધ્યાન આપવા માટે ભાર અપાશે તેવું વલસાડ જિલ્લાના આરટીઓ અધિકારીએ જણાવ્યું. જુવો આ વિડિયોમાં https://youtu.be/wapH7Jtibp8
Saturday, May 18