રોડ ઉપર અવર જ્વર અટકાવી કામગીરી હાથ ધરાઈ. વલસાડ માં ડ્રેનેજ , ટેલિફોન , ગેસ લાઈન ના કામો આખું વર્ષ ચાલ્યા જ કરતા હોય છે જેમાં શહેર ની જનતા એ મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હોય છે ત્યારે આજે ડ્રેનેજ ના ખોદકામ દરમ્યાન તિથલ રોડ ઉપર આવેલ એન્કર હાઇટ્સ નજીક જેસીબી ચાલક ની બેદરકારી ને લઈ ગેસ લાઈન તૂટી જતા ગેસ લીકેજ થતા તંત્ર દોડતું થઈ ગયું હતું અને અહીં થી આવતા જતા વાહનો અને રાહદારીઓને ઘણા સમય સુધી અટકાવી રાખવામાં આવ્યા હતા. જોકે ગેસ લાઈન તૂટી જવાની ઘટના માં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો પરંતુ તંત્ર ની બેદરકારી સામે આવી હતી.
Sunday, May 19