વલસાડ જિલ્લા ના કપરાડા નજીક આવેલ જુજવા અને ધુમાલિયા ગામે થી ગાયો ભરીને મહારાષ્ટ્ર ના કતલખાને લઈ જવાની પેરવી કરી રહેલા ખાટકી ના પ્રયાસ ને પોલીસ અને ગૌરક્ષકો એ નાકામ બનાવી બે ટ્રક માં ભરેલી ગાયો ને મુક્ત કરાવી હતી જેમાં બે રહેમી થી બાંધેલી એક ગાય નું કરુણ મોત થયું હતું. વિગતો મુજબ જીવદયા એનિમલ વેલ્ફેર , ગૌ રક્ષક દળ ને માહિતી મળી હતી કે કપરાડા ના જૂજવાં અને ધુમાલિયા ગામ માં મહારાષ્ટ્ર પાર્સિંગ ની બે ટ્રક નંબર MH – BD -5 -5416 અને MH-AM 1303 માં અહીંથી ગાયો ભરીને મહારાષ્ટ્રમાં કતલખાને લઈ જવાની તજવીજ ચાલુ છે જેથી ગૌ સેવકો એ આ અંગે ગાંધીનગર ખાતે દિલીપ શાહ અને મયુર ભાઈ ઠાકોર ને વાકેફ કરી વલસાડ જિલ્લા પોલીસ વડા ને ઈન્ફોર્મ કરતા જીલા પોલીસ વડા એ તરતજ પોલીસ ને બન્ને ટ્રકો ને ઝડપી ગાયો ને મુક્ત કરાવવાની જિલ્લા પોલીસ ને આદેશ કરતા પોલીસે નાકાબંધી ગોઠવી દીધી હતી બીજી તરફ બન્ને ટ્રક ગામ માંથી નીકળી જતા ગૌ રક્ષકો અને પોલીસે પીછો કરતા ટ્રક ચાલકે પોલીસ ઉપર ગાડી ચડાવવા નો પ્રયાસ કર્યો હતો અને બન્ને ટ્રક મૂકી ટ્રક ડ્રાઇવર લિયાકત જુમ્મા શેખ ભાગી છૂટયો હતો જ્યારે ખાટકી પકડાઈ ગયો હતો. પોલીસે બન્ને ટ્રક કપરાડા પોલીસ મથકે લાવી તાલપત્રી હઠાવતા નિર્દય રીતે ખીચોખીચ ભરેલી ગાયો મળી આવી હતી જેમાં ગૂંગળામણ થી એક ગાય નું કરુંણ મોત પણ થઈ ચૂક્યું હતું જ્યારે અન્ય 16 ગાયો ને બચાવી લેવામાં આવી હતી.
Sunday, May 5