[slideshow_deploy id=’32929′]વલસાડના અધિયાવાડ શહીદ ચોકના ખુલ્લા મેદાનમાં જીઈબી ટ્રાસ્ફોમરમાં અચાનક આગ લાગતા દોડધામ મચી, અચાનક આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી દેતા આખું ટ્રાસ્ફોર્મર ડીપી સળગી ઉઠ્યુ હતુ જ્યાં ગણતરીના સમયમાં જીઈબી ના અધિકારીઓ દોડી આવી આગપર કાબુ મેળવ્યો હતો, આગ લાગવા પાછળ કોઈ ચોક્કસ કારણ ખબર ન પડી હતી પરંતુ પ્રથમિક દ્રશ્યે સોટસર્કિટથી આગ લાગી હોવાનું માલુમ પડે છે, જે આગ લાગતા આસપાસના રહેણાંક વિસ્તારના રહીશો પોતપોતાના ઘરો માંથી બહાર દોડી આવ્યા હતા.
જીઈબી ના અધિકારીઓઅે અાગ પર કાબૂ મેળવી લેતા કોઈ દુર્ઘટના કે મોટુ નુકસાન અટક્યુ હતુ.