રાજકીય અગ્રણી સાથે ઘરોબો ધરાવતી આશ્રમ શાળા માં શુ બન્યું ? કપરાડા ના વારોલી તલાટ ગામે આવેલી આશ્રમ શાળામાં ધોરણ 11 માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની ના ભેદી મોત થી ભારે રહસ્ય સર્જાયું છે. રવીના થોરાત નામની વિદ્યાર્થીની એ ગઈ કાલે સાંજે 6 વાગ્યે આશ્રમ શાળામાં ઝેરી દવા પી લેતા સારવાર માટે ધરમપુર ની સ્ટેટ હોસ્પિટલ માં ખસેડવામાં આવી હતી જ્યાં તેનું મોત થયું છે રવીના મૂળ દિધી ગામ વતની હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે આ ગામ માં પણ ઘટના ની જાણ થતાં સોપો પડી ગયો છે. એક માજી ધારાસભ્ય સાથે ઘરોબો ધરાવતી પ્રતિષ્ઠિત આશ્રમ શાળા ની વિધાર્થીની એ એવું તો શું બન્યું કે આત્મહત્યા કરવી પડી તે મુદ્દે ભારે રહસ્ય ઉભું થયું છે , આ અગાઉ પણ વલસાડ માં એક માસૂમ વિદ્યાર્થી એ આત્મહત્યા કરી હતી જેનો ભેદ હજી ઉકેલાયો નથી ત્યાંજ કપરાડા માં આ પ્રકાર ની ઘટના બનતા વિદ્યાર્થીની ઉપર એવું શું વિત્યું કે તેણે ઝેર પીવું પડ્યું તે બાબતે અનેક શંકાઓ ઉઠી રહી છે. આ બનાવ અંગે કપરાડા તાલુકા પંચાયત ના માજી પ્રમુખ રમેશ ગાવીતે સમર્થન કર્યું હતું.
આ બનાવ ને પગલે ભારે ચકચાર મચી ગઇ છે અને વિદ્યાર્થીની ના મોત અંગે તટસ્થ તપાસ થાય તેવી માંગ ઉઠવા પામી છે.
Saturday, May 18