સુરત કસ્ટમ વિભાગે સુરત એરપોર્ટ પરથી 90 લાખના સોના સાથે દુબઈથી આવેલા એક મુસાફર ને ઝડપી પડ્યો છે. આ યુવકના કાપડની પટ્ટીમાં સોનું છુપાવ્યું હતું. આ યુવક પાસેથી 19 સોનાના બિસ્કિટ અને બે બ્રેસલેટ મળી આવ્યા છે.
દુબઈથી સુરત એરપોર્ટ પર આવેલા વલસાડના યુવાન પાસેથી સોનાના 19 બિસ્કીટ અને 2 બ્રેસ્લેટ કસ્ટમ વિભાગે ઝડપી પડ્યા છે. આ યુવાને શૂઝ અને પગ વચ્ચેના ભાગમાં અને જીન્સમાં કપડાંની સ્ટીચ કરેલી પટ્ટીની વચ્ચે આ સોનું છુપાવ્યું હતું. સુરત-શારજાહની ફ્લાઈટ શરૂ થયા બાદ કસ્ટમ વિભાગે અત્યાર સુધીમાં આવા 8 કેસો કર્યા છે. જેમાં કસ્ટમ વિભાગનો અત્યાર સુધીનો આ સૌથી મોટો કેસ હોવાનું માનવામાં આવી રહ્યું છે.