Dharampur: ધરમપુર તાલુકાના હનમતમાળ ગામ ખાતે હોળી પર્વ ભારાતો હાટબજારને સ્થાનિકો ભુરકુડીયા હાટબજાર તરીકે ઓળખે છે. હોળી તહેવાર પહેલા એક અઠવાડિયા અલગ અલગ વારના દિવસે ગામડાઓમાં હાટ બજાર ભરાતા હોય છે. જ્યારે છેલ્લા ભુરકુડીયા હાટ બજારમાં ખરીદી માટે સ્થાનિક લોકો ભીડ ઉમટી હતી.
હોળીપર્વ છેલ્લો ભુરકુડીયા હાટ બજાર ભરાતા ધરમપુર તાલુકાના અલગ – અલગ ગામડાઓમાંથી લોકો હાટ બજારમાં ખરીદી માટે તમામ કામોને બાજુએ રાખીને હર્ષૈ ઉલ્લાસથી પર્વની ઉજવણી ભાઈચારા સાથે કરતા હોય છે. આદિવાસીઓના માનીતા પર્વ હોળીને ઉજવવા અનેરો ઉત્સાહ હોય અને ખરીદીમાં પણ કોઈ કચાશ જોવા મળતી નથી. છેલ્લો ભુરકુડીયા હાટ બજાર હોવાથી ખરીદી અર્થે ગ્રામીણ વિસ્તારોમાંથી લોકો ઉમટી પડ્યા હતા. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ કપડા, ખજુર, કોપરા, હાર્ડ, ચણા,ગોળ, શાકભાજી સહિત ઘર વપરાશ સામગ્રીને લોકોએ ખરીદી કરી હતી.આદિવાસી પ્રજાજનોની આરાધ્યદેવી સપ્તશુંગીનો વેશ ધારણ કરીને તેમજ ઘોગડી ઘોડુ બાંધી આદિવાસી વાંજીત કાહળી, તુર વગાડી નાચ ગાન સાથે ફગવો માંગતા મોટી સંખ્યામાં સ્થાનિક કલાકારો નજરે પડી રહ્યાં હતાં.
હનમતમાળ ગામ આગેવાનો સંગઠન થી વાર્ષિક દર રવિવારે ભરાતો હાટ બજાર ની સરૂઆત સને ૨૦૦૧ વર્ષથી શરૂઆત કરવામાં આવી હતી.જેને આ વર્ષ દરમ્યાન ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. ૨૦૨૫ ના વર્ષમાં દરમ્યાન હનમતમાળ હાટ બજારના ૨૫ વર્ષ પુર્ણ થશે એટલે હનમતમાળ ગ્રામજનો દ્વારા હાટ બજાર વધવણી માટે રજકત જયંતિ મહોત્સવ ૨ ( બે) દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ગામની પણ એક અલગ ઓળખ થાય અને આ ઉજવણી રૂપે અન્ય ગામોના ગ્રામજનો પ્રેરિત થાય એવુ ગામના આગેવાન દ્વાર ચર્ચા કરવામાં આવી હતી. હોળી પર્વના હાટ બજારને લઈને ચોરી કે કોઈ અન્ય બનાવ ન બને તે માટે ધરમપુરના પીએસઆઇ હાટ બજાર ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધી હતી.