વલસાડ નજીક આવેલા અતુલ ખાતે અતુલ રન 2020નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસપાસના 29 ગામો ના યુવાનો પણ 5 કિમીની વિશેષ દોડમાં જોડાયા હતા આ સ્પર્ધામાં ભાગ લેનાર ગામ દીઠ પ્રથમ આવનારને રોકડ 5000 રૂપિયા ઇનામ અને 29 ગામો પૈકી પ્રથમ આવનારને 10 હજારનું ઇનામ રાખવામાં આવ્યા હતા વળી જે 29 ગામ વચ્ચે પ્રથમ આવશે. તે ગામના સરપંચ જે 50 હજાર સુધીના વિકાસના કામોમાં કંપની તરફથી આર્થિક મદદ પણ કરવામાં આવશે. 2020 અતુલ ખાતે યોજાયેલ મેરેથોન 21.10 કિમી ક્વાર્ટર મેરેથોન 10.70 કિમી,ગ્રામજનો માટે 5 કિમીની ફન મેરેથોન, બાળકો માટે 3 કિમીની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મેરેથોનમાં ભાગ લેવા માટે ગ્રામજનો માટે માત્ર 25 રૂપિયા ફી અને બહારથી ભાગ લેનાર માટે 500, 600, 700 એમ ફી રાખવામાં આવી હતી. મેરેથોનમાં અંદાજિત રૂપિયા સાડા ચાર લાખના ઇનામો આપવામાં આવ્યા હતા. ગત રોજ 9 ફેબ્રુઆરી સવારે 6 વાગ્યે મેરેથોનનો પ્રારંભ જિલ્લા કલેકટર સહિત અનેક અગ્રણીઓની હાજરીમાં કરવામાં આવ્યો હતો, તેમજ સુરક્ષાને લઇને 110 સ્વયંસેવકો, તેમજ 15 થી વધુ ડોકટરોની ટીમોમાં સામેલ કરવામાં આવી હતી.
Sunday, May 5