આમતો ડામર કાળો હોય છે પરંતુ સોનલ બેન માટે કાળો ડામર સોનું છે, કારણકે આ કાળા ડામરમાંથી સોનલ સોનાનાં ઈંડા પેદા કરે છે નવાઈ લાગે એવી વાત છે પણ વલસાડના સોનલ બેન સોલંકી પાસે એક એવી કળા છે કે કાળા ડામરમાંથી સોનું પેદા કરી માલદાર થઇ રહ્યા છે.
આખીય વાતને સમજવા માટે થોડાં ફ્લેશબેકમાં જઈએ વલસાડ નગરપાલિકાના પ્રમુખ સોનલબેન સોલંકીને અચાનક વિકાસનો વાયરો ફૂંકવાનું મન થયું એમણે વિકાસનો વાયરો ફુંકાય અને ધૂળ ના ઉડે એટલે રસ્તા બનાવવાનું નક્કી થયું અહીંના લોકોને વાત ગમી પણ રોડમાંથી રોકડા કરવાની સોનલબેનની કળા હવે કામ લાગી એમણે લોકોને કહ્યું કે નગરપાલિકા પાસે પૈસા નાથી માટે જન ભાગીદારીથી રોડ બનાવીએ શહેર સુંદર થાય એ માટે લોકોએ પણ નગરપાલિકાને ખોબલે ખોબલે પૈસા આપવાનું શરુ કરી દીધું, નગરપાલિકામાં પૈસા આવી ગયા.
રાતોરાત પેવરરોડ બનાવવાનું કામ શરુ થઇ ગયું લોકોને પહેલાં તો લાગ્યું કે પેસાનો સદઉપયોગ થઇ રહ્યો છે પરંતુ ભાજપના પૂર્વ મહામંત્રી શૈલેશ જોશીએ જોયું કે આ રોડના નામે ક્યાંક રૂપિયાનો થોકડો જમા થઇ રહ્યો છે એટલે એણે તપાસ શરુ કરી નગરપાલિકાના સીનીયર સભ્ય શશી શેઠીયાએ પણ આખીય વાતમાં કઈંક રંધાઈ રહ્યું હોય એમ લાગ્યું છેવટે તપાસ કરી તો ખબર પડી કે જનભાગીદારીના રૂપિયા કરતાં ઓછા પૈસામાં રસ્તા બન્યા છે. રોડ બન્યા અને બાકીના પૈસા ગુમ થઇ ગયા.
વલસાડ નગરપાલિકાના પ્રમુખ સોનલ બેન સોલંકી સામે ફરિયાદ થઈ, સોનલબેનને સાચવતા સારું આવડે એટલે મોટા નેતા અને કલેકટરને એક યા બીજી રીતે સાચવી લીધા જેના કારણે કલેકટરે સબસલામતનો રાગ આલાપી કહી દીધું કે અહી નગરપાલિકામાં પૈસા ખર્ચવાનો નિર્ણય બહુમતીથી થયો છે એટલે તપાસ ન થાય તો ચાલે.
કળા ડામર માંથી સોનું બનાવવાની કળામાં માસ્ટર સોનલબેને કલેકટરે એવા સાચવ્યા કે હવે આ રસ્તા બનાવવા માટે લોકોએ આપેલાં પૈસા ક્યાં ગુમ થઇ ગયા એની કોઈને ખબર નથી અને સોનલની કળા નીચે નેતાઓ દબાઈ ગયા છે એટલે રોડના નામે રોકડાં ખાઈને કોઈ ઓડકાર પણ લેતું નથી એટલે જ વલસાડનો વિકાસ થઇ ગયો એ સોનલબેન સોલંકી સિવાય કોઈને ખબર નથી, પરંતુ એકવાત તો ડામરને સોનું બનાવવાની કળા નરેન્દ્ર મોદીએ પણ શીખવી પડશે