પારસીઓ દુનિયા ની સૌથી નાની લઘુહુમતિ પારસીઓ જો ગુજરાત મા પારસીઓ ના આવ્યા હોત તો ગુજરાતીઓ હસવા નું સિખ્યા ના હોત : રૂપાની ગઈ કાલે સીએમ તરીકે ઘોષણા થઈ છે
અને પહેલા દિવસે જ શ્રીજી પાક ઈરાનશાહ ના દર્શન કરવા નું સૌભાગ્ય મલ્યૂ એ મારા ભાગ્ય ની વાત : રૂપાની દેશ અને રાજ્ય મા દરેક ક્ષેત્રે યોગદાન માટે પારસીઓ અગ્રેસર આઝાદી થી આજ દિન સુધી પારસીઓ નું શીરનોમોર યોગદાન પારસીઓ એ આપ્યું છે ઉદવાડા રીલીજીયસ હારમોનિ નું ગ્લોબલ કેપિટલ રીલીજીયસ હારમોનિ શિખવુ હોય તો સંજાણ અને ઉદવાડા આવવું પડે
વિશ્વની સૌથી નાની માઇક્રો પારસી સમાજ છે. જેણે વિશ્વને તેની સંસ્કૃતિ, ટેકનોલોજી, વિજ્ઞાન, ઉદ્યોગ, સહિતના ક્ષેત્રને નવી ઉંચાઇ બક્ષી છે. દેશના ગૌરવવંતા પારસી આન,બાન, શાન સાથે ગુજરાતને વૈશ્વિક સ્તરે ચમકતુ રહે તે માટેનું યોગદાન આપ્યું છે. ઉદવાડાને સાંપ્રદાયિક સદ્ભાવનાનું કેન્દ્ર બનાવાશે. ઉદવાડાને વર્લ્ડ હેરહિટેજ તરીકે વિકસાવવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરાશે. આ શબ્દો ત્રિદિવસીય ઉદવાડા ઉત્સવનના પ્રારંભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજર રહ્યા હતાં. જયારે કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પણ ભારતના નિર્માણમાં પારસી યોગદાન મહત્વનું હોવાનું જણાવ્યું હતું.
પારસીના પવિત્ર સ્થળ વલસાડના ઉદવાડા ખાતે ત્રિદિવસીય ઇરાનશા ઉદવાડા ઉત્સવનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રીય મંત્રી મુકતાર અબ્બાસ નકવીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉદવાડાના વડા દસ્તુર ખુરશેદજીએ બંને મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, જર્મનીમાં ત્રણ લોકોએ ઇ.સ.1925માં ભારતનો ત્રિરંગો લહેરાવ્યો હતો. શ્યામજી કૃષ્ણવર્મા, સરદાર રાણા અને ત્રીજા મેડમ કામા હતા. ગુજરાતની મિઠાશ વધારવા પારસી”નો ફાળો બહુમુલ્ય છે. ગુજરાતની મિઠાશમાં પારસી દુધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે. મુશ્કેલીમાં સઘર્ષનો સામનો કેવી રીતે કરાઇ તે આપણે પારસીપાસેથી શીખ્યા છે. પારસી”એ આપણને હસ્તા શીખવ્યા છે. દેશમાં પારસી સમાજે પ્રેમ, સ્નેહ આપ્યો છે. ગુજરાતની સમૃધ્ધિ, ળખ ગુડ થ્રોટ, ગુડ વર્ક માટે આશીર્વાદ લેવાનો અવસર મળ્યો છે. ઉદવાડા ઇરાનશા ઉત્સવ-૨૦૧૭ અવસરે વડા દસ્તુરજીએ સૌને આવકાર્યા હતા. આ ઉત્સવમાં પારસી સમાજના આગેવાનો, વિશ્વભરના પારસી ઉત્સવમાં જોડાયા હતા. સાંસદ કે.સી.પટેલ, દમણના સાંસદ લાલુભાઇ પટેલ, પારડી ધારાસભ્ય અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇ,જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્ર ટંડેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.
બોકસ ઇરાનશા નવી શકિતના સર્જન માટે જરૂર પ્રેરણા આપશે : સીએમ
રૂપાણીએ વધૂમાં જણાવ્યું હતું કે ઉદવાડા સાંપ્રદાયિક સદભાવનાનું સૌથી મોટું તીર્થધામ છે. સરકાર, સમાજ, સંસ્થા અને પારસી સમાજ જોડાઇને ઉદવાડા પવિત્ર સ્થળને વૈશ્વિકઓળખ મળે અને ગ્લોબલ કેપીટલ તરીકે આગળ વધારવા રાજય સરકાર કટિબધ્ધ છે. ગુજરાતમાં વિકાસ સાથે સાંસ્કૃતિક મુલ્યોનું જતન કરવું છે. ગુજરાત સોલાર એનર્જી ક્ષેત્રે વર્લ્ડ કેપીટલ બનવા આગળ વધી રહયું છે, ત્યારે શ્રીજી ઇરાનશા નવી શકિતના સર્જન માટે જરૂર પ્રેરણા આપશે.