પોલીસ આવી જ નિષ્ક્રિયતા રાખશે તો દક્ષિણ ગુજરાતમાં અનેક યુવતીઓને આવા ત્રાસ નો ભોગ બનવું પડશે અને ન્યાય નહીં મળતા આપઘાત પણ કરવો પડશે ?
એક તરફ દેશ ભરમાં વ્યૂમસ ડે ઉજવાઈ રહ્યો છે ત્યારે વાપી પોલીસની લાપરવાહી ના કારણે બળાત્કાર નો ભોગ બનેલી યુવતી એ આપઘાત કરવાની ફરજ પડી છે. પરંતુ મહારાષ્ટ્ર પોલીસ ની સખ્તાઈ ના કારણે ના છુટકે વલસાડ પોલીસે હવે તપાસના નામે ફીફા ખાડવાની શરૂ કરી છે વાપી જીઆઇડીસી માં છેલ્લા કેટલાક સમયથી કામ કરી રહેલી એક લાચાર યુવતી પર એના જ સાથી પાંચ કર્મચારી ઓએ સતત સામૂહિક બળાત્કાર કર્યો હતો તેટલૂજ નહીં આ યુવતી ને ડરાવી ધમકાવી તેના પર વારવાર બળાત્કાર કરવામાં આવતો મહારાષ્ટ્ર થી અહીં રોજગારી માટે આવેલી આ 19 વર્ષ ની યુવતી પર વારંવાર થતા બળાત્કાર થી કંટાળી એણે પોલીસ માં અનેક વાર રજૂઆત કરી હતી પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી.
પરંતુ આ યુવતી જ્યારે પણ પોલીસ સમક્ષ પોતાની ફરીયાદ લઈ ને જતી ત્યાર બાદ તેના પર આ પાંચ નરાધમો દ્વારા ધમકાવી ને વારંવાર બળાત્કાર કરવામાં આવતો હતો વાપીની માર્કેટિંગ કંપનીમાં નોકરી કરી રહેલી આ યુવતી અનેકવાર પોલીસ પાસે ગઈ હતી આમ છતાં તેને ન્યાય મળતો ન હતો પોલીસ ની આ લાપરવાહી પછી પણ આ પાંચ વ્યક્તિઓ સામે કોઈ કાર્યવાહી ન થતાં થાકી ને આ યુવતી પરત પોતાના વતન મહારાષ્ટ્ર પહોંચી ગઈ હતી પરંતુ આમ છતાં વાપી માં એના પર બળાત્કાર કરનાર પાંચ શખ્સો દ્વારા એને બદનામ કરવાની ધમકી પણ અપાતી હતી જેનાં કારણે આ ત્રાસથી તેણે ઝેર પી લીધું જેનાં સંદર્ભે મહારાષ્ટ્ર પોલીસએ આ મામલાને ગંભીરતાથી લઈ મહારાષ્ટ્ર માં આ યુવતી પર માનસિક ત્રાસ અને બળાત્કાર ની ફરીયાદ નોંધાતા આ પાંચ બળાત્કારી ઓ ને સાચવતી વલસાડ પોલીસ નો પસીનો છૂટી ગયો હતો મહારાષ્ટ્ર પોલીસે આ યુવતી ની ફરીયાદ ને ગંભીરતાથી લઈ વલસાડ વાપી આવીને તપાસ શરૂ કરતાં વલસાડ પોલીસ ના હાથ પગ ફૂલી ગયાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે ઝીરો નંબર ની ફરિયાદ પછી બળાત્કારી ઓ ને જામીન પણ મળતા નથી તેનું સાદું ઉદાહરણ આશારામ બાપુ છે જેમને ઝીરો નંબર ની થયેલી ફરિયાદ ના કારણે આજ સુધી જામીન મળ્યા નથી . આ જોતાં પોલીસ ને સાચવનાર આ પાંચ આરોપી ઓની મહારાષ્ટ્ર પોલીસ ની મહેનત હોવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં થતાં પોલીસ ની નિષ્ક્રિયતા પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે .
આસમગ્ર મામલે વાપી જી આઈ ડી સી પોલીસ એ હાલ આરોપી ને ઝડપી પાડ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે હમણાં જે આરોપી ને પકડ્યા તેજ આરોપી ઓને પોલીસ એ આગાવું કેમ છોડી દીધા હતા ? મહારાષ્ટ્ર પોલીસ આવી એટલે ?યુવતી ના પરિવારો આવ્યા એટલે ?મહારાષ્ટ્ર માં ફરિયાદ નોંધાઈ એટલે ? સમગ્ર મામાલા વાપી પોલીસ ની બેદરકારી સામે આવી છે તેને લીધેજ ભોગ બન્ન્નાર યુવતી એ પોતાનું જીવન ટૂંકાવ્યું છે અને હવે તેના પરિવાર જનો નિયય ની અપીલ કરી રહ્યા છે ત્યારે રક્ષકઃ ક્યારે નિયાય અપાવશે એ જોવું રહયું