વલસાડ : 2017 ની ચૂંટણી નો રંગ જામ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં વલસાડ જિલ્લો પણ પાછળ નથી વલસાડ જિલ્લા મા ભાજપ હોય કે કોંગ્રેસ વિરોધ તો અંદર અંદર ગાદી માટે ચાલતો જ હોય છે ટાંટિયા ખેંચ પધ્ધતિ રાજકારણ માં બંધ નથી થવાની એવોજ કિસ્સો વલસાડ જિલ્લા માં પણ જોવા મળ્યો…
વલસાડ જિલ્લા ની પારડી બેઠક ભાજપ માં દાવેદારી કરવા માટે પડાપડી થઈ રહી છે તો ચાલુ એમ એ લે ને પછાડવા સમગ્ર સંઘઠન લાગી ગયું છે વાપી .પારડી .અને વલસાડ ના જ પાર્ટી ના દિગગજો રુલિંગ ધારાસભ્ય કનું ભાઈ દેસાઈ ને ટીકીટ ના મળે એ માટે એડી ચોંટી નું જોર લગાવી રહ્યા છે જેવી ચર્ચા સમગ્ર વલસાડ જિલ્લા માં ચાલી રહી છે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ અને પારડી ના ધારાસભ્ય એવા કનું ભાઈ પોતાની જ ચલાવતા આવ્યા છે અને આગળ પણ ચાલવસે એવી વાતો નો દોર પાર્ટી માજ ચાલુ થવાથી કાર્યકર્તા ઓ અને પાર્ટી ના દિગગજો પોતાનું મન બનાવી બેઠા છે અને ટીકીટ માટે દિલ્હી સુધી ની દોડ લગાવવા તૈયાર છે ત્યારે વિકાસ ના નામ પર ચાલતી આ પાર્ટી માજ અંદર અંદર આટલા વિખવાદ ચરમસીમા પર પોહચ્યો છે ત્યાર જોવું એ રહ્યું કે જિલ્લા ની સૌથી મહત્વ પૂર્ણ ગણાતી બેઠક એટલે કે પારડી વિધાન સભા પર ભારતીય જનતા પાર્ટી કોને મેદાન માં ઉતારશે તેની સૌ કોઈ કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે.