Umarsadi: નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ‘ગાંવ ચલો’ અભિયાન અંતર્ગત ઉમરસાડી માછીવાડ ગામના વિકાસ કાર્યોનું નિરીક્ષણ અને લોકાર્પણ
Umarsadi: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશવી અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય સી. આર.પાટીલ, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી ની સુચના અને માર્ગદર્શન મુજબ ગુજરાત સરકારના નાણાં,ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય કનુભાઈ દેસાઈએ આજરોજ એમના મત વિસ્તારમાં ગાંવ ચલો અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ “ગાંવ ચલો અભિયાન અંતર્ગત એમના મતવિસ્તાર પારડી વિધાનસભાના ઉમરસાડી માછીવાડ ગામ ખાતે વિવિધ સમાજના લોકો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને વિવિધ સેવાકાર્યો ની સમીક્ષા કરી હતી સાથે જ કેન્દ્ર,રાજ્ય સરકારના વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે મુલાકાત કરી હતી, નાણામંત્રી ગામમાં ચાલી રહેલ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતુંનાણામંત્રી એ એમના પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન સકોર્ટ પુનાવાલા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા એમના સી.એસ.આર. પ્રોજેક્ટ અંતર્ગત ગામના ઓગણીયા તળાવને બ્યુટીફીકેશન અને ગાર્ડનિંગ નું કામ અને ગામની મુખ્ય શાળામાં ડિજિટલ ક્લાસ અને આરો ફિલ્ટર સિસ્ટમ લગાવવામાં આવી હતી જેનું લોકાર્પણ નાણામંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું, નાણામંત્રી ના ઉમરસાડી માછીવાડ પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન એમણે સિનિયર કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી એમનું સન્માન કર્યું હતું અને યુવાન કાર્યકર્તાઓ મહિલાઓ સાથે મુલાકાત કરી ગામના ઉજવળ ભવિષ્ય માટે જરૂરી ચર્ચા વિચારણા કરી હતી,
ગામમાં માતાજી ના મંદિરમાં ભંડારી સમાજ કોળી સમાજ અને સાગર ટ્રસ્ટીના કાર્યકર્તાઓ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી, સાગિયા ફળિયા આદિવાસી વિસ્તારમાં રસ્તાનું નિરીક્ષણ જલારામ મંદિર ની મુલાકાત સિનિયર કાર્યકર્તા સ્વ. ભગુભાઈ માધુભાઈ ટંડેલ, ગામના સિનિયર સિટીઝન સુરેશભાઈ ટંડેલ, દિનેશભાઈ દલાલ અને પૂર્વ માછી મહાજન સમાજના પ્રમુખ નાનુભાઈ ટંડેલ, તેમજ પારડી તાલુકા મંડળ સંગઠન મંત્રી ધવલભાઇ દેસાઈના નિવાસ્થાને મુલાકાત કરી હતી તેમજ ગામ ખાતે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ અને સ્મશાન ગૃહનું નિરીક્ષણ કરી જરૂરી સુચનાઓ આપી હતી
આ તબક્કે પારડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિતભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ મહેશભાઈ દેસાઈ, પારડી શહેર ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ,વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ દેસાઈ, પારડી તાલુકા મંત્રી ધવલભાઈ દેસાઈ, સ્કોર્ટ પુનાવાલા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના અગ્રણીઓ અશોક સિંહ સક્સેના, રાકેશજી, પિયુષભાઈ, દક્ષિણ ગુજરાત સોશિયલ મીડિયા વિભાગના સત્યનભાઈ પંડ્યા, તેમજ ગામના સરપંચ પંચાયતના સદસ્યો ગામના આગેવાનો ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા