વલસાડ : નવસારી જિલ્લા ના ખેરગામ તાલુકા ના 22 ગામ પંચાયત ના જાહેર ઠરાવ અને તમામ ગામપંચાયત ના સરપંચો ના હસ્તાક્ષર કરી તેમના આયોજન મુજબ છેલ્લા ઘણા વર્ષોથી તેમની માંગ સરકાર સુધી પોહચી નથી કે પછી જાણી જોઈ ને સરકાર ખેરગામ ના નાગરિકો સાથે બળવો વર્તન કરે છે જેવી માંગ સાથે આજરોજ ખેરગામ તાલુકા ના અગ્રણી અધિક કલેકટરે કમલેશ બોડર વલસાડ ને લેખિત આવેદન પત્રક આપી ખેરગામ તાલુકા ની વર્ષો જૂની માંગ વલસાડ જિલ્લા માં ખેરગામ નો સમાવેશ થાય અંગે રજુઆત કરી હતી, જેમના માનવ મુજબ નવસારી જિલ્લા માં ખેરગામ તાલુકો આવતો હોય તો ખેરગામ માં પડતા તમામ સરકારી કામો માટે તેમને 60 કિલોમીટર ચકરાવ ખાઈને નવસારી જાવા પડે છે.
જેના માટે 3 કલાક નો સમય પસાર થાય છે જ્યારે વલસાડ જિલ્લા માં પ્રવેશ કરવાથી તેમને સમય અને કામ માં તેજી આવે જે તમને ફક્ત 15 કિલોમીટર નોજ અંતર કાપવા પડે સાથે તમને તાલુકા ના વિકાસ માં તેજી આવે સાથે વર્ષો જૂનીઆ લડત તેમની માંગ સંતોસાય જે બાબતે તમામ ગામપંચાયત ના સભ્યો, અગ્રણી, સરપંચ ની સહી કરી અધિકકલેક્ટર વલસાડ ને લેખિત રજુઆત કરી તેમની આ માંગ આવનાર વિધાનસભા ચૂંટણી પહેલા સંતોષાય નય તો ગાંધી ચીંધયા માર્ગ અપનાવી રસ્તો રોકો આંદોલન કરી અમારાં ઉપવાસ કરવાની ચીમકી આપી હતી,