પારડી નગરમાં આવેલ સ્ટેટ બેન્કની ગલીમાં અરીહંત ટાઉનશીપ સોસાયટીમાં દિવાળીના દિવસ થી તે આજદિન સુધી રહીશો ખુલ્લી ગટરોની વચ્ચે ૨૫ જેટલા રહીશોને ડેન્ગ્યુ ટાઈફોઈડતાવ જેવા ગંભીર રોગના ભરડામાં અટવાયા છે. પારડી પાલિકાના આરોગ્ય વિભાગના સત્તાધીશો દોડતા થયા છે. જેતે ૨૫ જેટલા દર્દીઓ હાલ પારડી-વલસાડની ની વિવિધ હોસ્પિટલોના બીછાને સારવાર લઇ રહ્યા છે સરકારી આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું અને શનિવારે સવારે પારડી સ્થળ પર પહોંચી પાણીના નમુના લીધા હતા અને સોસાયટીની બાજુમાંથી ખુલ્લી ગટર ને લઇ બીમાર પડ્યા સ્થાનિક રહીશોમાં રોષ દેખાઈ રહયો છે.
પારડી હાઈવે સ્થિત નવા એસટી બસ્ટેન્ડની બાજુમાંથી પસાર થતી ખુલ્લી ગટરોના કારણે પારડીની અરીહંત ટાઉનશીપમાં છેલ્લા કેટલાક સમયથી કારણે રહીશો પરેશાની ભોગવી રહ્યા હતા, સ્થાનિક રહીશોએ પારડીના નગરપાલિકામાં વારંવાર ખુલ્લી ગટરને અરીહંત ટાઉનશીપના રહીશ જગૃતભાઈ બારોટ, નૈનૈશ મિસ્ત્રી, ભાવેશ શાહ તથા તમામ સોસાયટીના સદસ્યોએ જણાવ્યું કે,સ્વચ્છતા અને સ્વાસ્થ્યપ્રદ જરૂરિયાતોનું પાલન સહેજે ના થવાથી આવા ટાઈફોઈડ રોગ ના ભરડામાં અહીના રહીશો ભેરવાયા છે. પાલિકાતંત્રને વારંવાર ગટર બાબતે રજુવાત કરવામાં આવી છે.તેમ છતાં પાલિકાના કોઈ પણ સત્તાધીશો અહી જોવા આવ્યા નથી, અધૂરામાં અમારે ટાઉનશીપમાં કોઈ પ્રસંગ ઉજવવો હોઈ તો પણ આ ખુલ્લી ગટરની દુર્ગંધના કારણે ઉજવી શકતો નથી, તાત્કાલિક ધોરણે આ ગટરને યોગ્ય રીતે બંધ કરવામાં આવે ત્યારે લાંબા સમય થી રાણા સ્ટ્રીટ પાસેથી ગંદકીની નીકળતી ગટર કાયમી પાકી બનાવે જે બાબતે કચ્છી સોસાયટી ના રહીશો લડત આજે પણ ચાલતી આવી છે, હાલ એંજેલ હોસ્પિટલમાં તાવ – ઉધરસ – ઉલ્ટી ઉબકા કે હળવા ઝાડા, ભૂખ ન લાગવી – થાક – પેટનો અસહ્ય દુઃખાવો – બેચેની વગેરે રોગોથી પીડાતા દર્દી ધર્મેશ મહેશભાઈ ભાનુશાલી આસ્થા બારોટ દિવ્ય ભાનુશાલી ભાવેશ શાહ અર્ચના બારોટ તેમજ પારડીના કલરવ અને વલસાડના અંકુર હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે હોવાનું સોસાયટીના રહીશો એ જણવ્યું હતું .