વાપી આર પી એફ દ્વારા કચ્છ એક્સપ્રેસમાં ચોરી કરતા એક યુવક ને રંગે હાથે ઝડપી લીધો હતો
વાપી રેલવે માં આર પી એફ નો સ્ટાફ એ એસ આઈ સંકેશ યોગી,હેડ કોન્સ્ટેબલ એલિસ ગામીત કચ્છ એકપ્રેસ ટ્રેન સ્ટેશન ઉપર આવતા પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ટ્રેનમાં ચડતા એક યુવક અન્ય યાત્રી સાથે ધક્કા મુક્કી કરી રહ્યો હતો તેના ઉપર તેમની નજર પડી અને એજ ખરે સમયે તે યુવક અન્ય યાત્રીના ખિસ્સા માં થી મોબાઈલ કાઢી રહ્યો હતો ઓન ડ્યુટી રહેલા સ્ટાફે આ યુવકને ચોરી કરતા રંગેહાથે ઝડપી લીધો હતો અને આર પી એફ કચેરીમાં લઈ જઈ તેની સઘન પૂછ પરછ કરતા પોતાનું નામ આજમ શેખ હોવાનું જણાવ્યું હતું તથા તેની પાસે થી પોલીસે 7 જેટલા ચોરી કરેલા મોબાઈલ કબ્જે લીધા હતા જેની કિંમત 73000 રૂપિયા છે જેને વધુ કાર્યવાહી માટે જી આર પી ને હવાલે કરવામાં આવ્યો છે હાલ તો પોલીસે તેની સામે સી આર પી સી ની 41 (1) ,102 ની કલમ મુજબ ગુન્હો નોંધી કરીવાહી શરૂ કરી છે