વલસાડ તાલુકામાં પડતી પ્રાઇમ લોકેશન એરિયામાં કરોડોની જમીનનું બોગસ પેઢીનામું તૈયાર કરી કેટલાક તત્વોની મિલી ભગતમાં મોટો ખેલ પાર પાડવામાં આવ્યો છે અને તંત્રમાંથી યેનકેન પ્રકારે પરાણે બોગસ પેઢીનામું તૈયાર કરવામાં આવ્યું છે અને આ જમીન ગેરકાયદે રીતે વાપીની એક મહિલાના નામે કરી દેવામાં આવી છે.આ પ્રકરણમાં અનેક લોકો ભેરવાઇ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
કારણકે આખો મામલો ગેરકાયદે છે અને મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે.
વલસાડ તાલુકામાં ખુબજ ઝડપથી ડેવલપ થઈ રહેલા એરિયામાં આવેલી કરોડોની કિંમતની જમીન ઉપર કેટલાક તત્વોની નજર હતી અને બાદમાં તેઓએ જે ખેલ પાર પાડ્યો તે ખુબજ ચોંકાવનારો છે અને મોકો જોઈને બોગસ પેઢીનામું બનાવવામાં સફળ થઇ ગયા છે.આ જમીન વાપીની મહિલાના નામે કરી પણ દેવામાં આવી છે ત્યારે સવાલ એ પણ થાય કે એકદમ ગેરકાયદે રીતે આખો ખેલ કેવી રીતે પાર પડ્યો ?અને આ પ્રકરણમાં કેટલાક સરકારી બાબુઓ પણ ફસાય તેવી શકયતા છે.
ત્યારે વાપીના જે મહિલાના નામે આ જમીન કરવામાં આવી તે આ બોગસ પેઢીનામા થી વાકેફ હતા કે બેખબર ?તે પણ તપાસનો વિષય બન્યો છે.
(આખો કારસો કેવી રીતે ઘડાયો તેનો વિસ્તૃત અહેવાલ ટૂંક સમયમાં સત્યડે ઉપર રજૂ થશે)ક્રમશઃ