[slideshow_deploy id=’24983′]થર્ટી ફર્સ્ટની નાઇટની ઉજવણીમાં ભિલાડ હોટેલમાં તેમજ નારગોલના નિર્જન સ્થળો પર શરાબ અને કબાબની મોજ માણતા લોકો પર વલસાડ પોલીસે લાઇવ રેડ કરી થર્ટી ફર્સ્ટ ઉજવણીના રંગમા ભંગ, પાડી પ્રોહીબીશન અંતર્ગત ધરપકડ કરી છે.
થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં શરાબ, કબાબની મહેફીલ માણતા લોકોને ઝડપી પાડવા વલસાડ પોલીસે ખાસ આયોજન કર્યું હતુ અને અનેક જગ્યાએ રાત્રી દરમ્યાન રેઇડ કરી હતી જેમાં કેટલીક જગ્યાએ પોલીસને સફળતા મળી હતી. પોલીસે આપેલી વિગતો મુજબ રાત્રે વાપી નજીકના ભિલાડમાં આવેલી એક હોટેલમાં ત્રણ યુવાનો બિઅર અને બ્રિઝાની મહેફીલ માણતા હતા ત્યારે જ એલસીબીના પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયા અને તેમની ટીમે છાપો ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા યુવાનો મહારાષ્ટ્રના છે અને એક કોલ સેન્ટરમાં નોકરી કરે છે જેમને એશિયા પેસિફિક નામની કંપની દ્વારા અંહી રૂમ ફાળવી અપાયો હતો જેમાં ચાલુ વર્ષને બાયબાય કરવા અને નવા વર્ષને વધાવવા આ ત્રણેય યુવાનોએ મહેફીલનું આયોજન કર્યું હતું.
તો, બીજી તરફ એસઓજીએ પણ નારગોલ ગામ નજીક ખુલ્લી જગ્યામાં શરાબ અને કબાબની પાર્ટીમાં મશગુલ ગામના યુવાનોને મહેફીલની મજા માણતા ઝડપી પાડ્યા હતી એસ ઓ જી પીઆઈ અમિત ગાબાણીએ બાતમી આધારે નારગોલમાં છાપો મારી મહેફીલમાં મસ્ત યુવાનોને ઝડપી પાડ્યા હતા આ તમામ યુવાનોને પ્રોહીબિશન એક્ટ અંતર્ગત ધરપકડ કરી આગળની, કાર્યવાહી હાથ, ધરી છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.