Valsad : વલસાડ તાલુકાના કકવાડી દાંતી ગામ ખાતે આવેલ 73 એએ વાળી ખેતીની જમીનમાં કકવાડી દાંતી ગામના અંદાજે નવ જેટલા ટંડેલ પરિવારોએ ગેરકાયદે કબજો કરી પાકા મકાનો બનાવી દીધા છે. આ અંગે જમીનના મૂળ માલિકના સીધી લીટી ના વારસદારો એ કબજો ખાલી કરવા અનેકવાર ટંડેલ પરિવારોને રજૂઆત કરી છે. પરંતુ કબજો કરના ટંડેલ પરિવારો મચક આપતા નથી.
વિગત અનુસાર વલસાડ તાલુકાના કકવાડી દાંતી ગામ ખાતે આવેલ 73 aa વાળી ખેતીની જમીન જેના ખાતા નં.૧૭૮ જેના જૂનો બ્લોક સર્વે નં. ૯૪૧ જેનો નવો સર્વે નં. ૧૮૫૪ વાળી જમીનમાં છેલ્લા ઘણા વર્ષો ગેરકાયદે કરજો કરનારા હરિભાઈ રતનજી ટંડેલ, રામજીભાઈ ફકીરભાઈ ટંડેલ, પરસોત્તમભાઈ ફકીરભાઈ ટંડેલ, ટંડેલ હાર્ડવેર, ઈશ્વરભાઈ ડાહ્યાભાઈ ટંડેલ જમ્યા ભાઈ જયંતીભાઈ બાવાભાઈ ટંડેલ જયરામભાઈ બાબરભાઈ ટંડેલ કિશોરભાઈ મણીલાલ ટંડેલ સહિત અન્ય ટંડેલ પરિવારોએ આદિવાસી પરિવારોની ખેતીની જમીન ઉપર ગેરકાયદે કબજો કરી પાકા ઘરે બનાવી દીધા છે જમીનના મૂળ માલિકના અવસાન બાદ સીધી લીટીના વરસદરોએ ગેરકાયદે કબજો ખાલી કરવા અનેકવાર રજૂઆતો કરી છે છતાં ગેરકાયદે કબજો કરનાર ટંડેલ પરિવારનો કબજો ખાલી કરતા નથી અને જે થાય એ કરી લેવાની ધમકીઓ આપી રહ્યા છે. હા જમીન પરત મેળવવા માટે વારસદારોએ ક્યાં રજૂઆત કરવી જેવો યક્ષ પ્રશ્ન ઉપસ્થિત થવા પામ્યો છે.