ઘનો ટાઈમ થયો કે મને થયું કે ચાલ ને હારા એકાદ ચક્કર વલહાડ માં મારી આવુ એમ વિચારી આજે તો વલહાડ માં આવીજ ગીયો અને અય્યા આવી પહેલું કામ એ કરયુ એય અહીં માસી ની પાઉ ભાજી અને રાજા રાની ના વડાપાઉં ખાઈ ટાવર અગાળી ચા પીને એટલા માં બઉ બધે ફરિયો તો બધે એકજ વાત હાભરવા મલી હેકે..કે હારા અયતો બઉ બધી ચોરી , મારામારી , દારૂ , ગાંજા ની પડીકી બધું વધી ગયું છે તો મને એ ન હમજાયું કે પોલીસ વાળા ની ધાક આય ઓછી કેમ થઈ ગઇ મેં બૌ વિચાર કર્યો પણ હારુ મગજ કામ કરતું બંધ થી ગ્યું , પણ એવું પણ વિચાર આયવો કે સેટિંગ -બેટિંગ ના લફરાં તો ની હોય ને આતો ખાલી વિચાર આવ્યો બાકી આમ ન હોય એવો વિચાર હોઉ આયવો પણ અહી એવું થાય પણ ખરું પેપર માં બઉ બધું આયવા કરતું હોય એટલે ખબર કેમ કે અહીં ચપલાં અને બિયર, બાટલા બધે મઈલા કરે અગાળી ચુડાસમા હતા ત્યારે તો વલહાડ માં ખુબજ શાંતિ થી ગેલી અને ગુનાઓ પણ હાઉ બંધ જેવા જ થી ગયેલા અને આજે જ્યાં જ્યાં ફ ઇ રો ત્યાં એકજ વાત કે વલહાડ માં ગુનેગારો ને જલસા પડયા છે એક આટો હાઇવે પર પણ માઈરો ત્યાં પણ હાઇવે ઉપર ખાનગી ગાડીઓ વોચ માં ઉભી હોય એવું લાયગુ ને એમાંય એક નંબર વગર ની ટીસી પારસિંગ ની કાળા કાચ વાળી ગાડી જોઈ ને નવાઈ લાગી હેકે….પણ કાંઈ ની…આ બધું જોઈ હારા ખૂબ વિચાર આવ્યા પણ ઓહે ..ઓહે કોઈ ની મજબુર એમ હમજી હું ચાલતો પડ્યો , હવે ફરી ક્યારેક આવીશ ત્યારે બીજી વાત વલહાડ વાસીઓ સાથે જરૂર શેર કરા હકે..બધાને મનું કાકા ના રામ રામ..
SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.