ગઈ કાલની ચર્ચા પછી મનુ કાકા તો સવારે૧૧ ૩૦ કલાકે જિલ્લા પંચાયતના રાજીવ ગાંધી હોલ પાસે જ્યાં મીડિયાના સર્વે કર્મીઓ ને ઉકાળો, વિટામિન સી, બી ની ટેબ્લેટ વગેરે નું વિતરણ થતું હતું ત્યાં આવ્યા.આવતા ની સાથેજ કહ્યું “હારા કાલ ની નગરચર્ચા થી બહુજ મઝા આવી, કેટલા એ ફોન આવ્યા,”પછી આંખ મિચકારી કહ્યું કેટલાકના પેટમાં ગરમ તેલ પણ રેડાયું.
ઘણાં બધા એ ફોન પર કહ્યું સારું થયું તમે આ ટાઈપ ના ટોડ ના પ્રશ્નો કર્યા હવે અનલોક થયા પછી બઝારમાં ધનધો પાણી નથી, કામની નથી ત્યાં આવા પૈસા કઈ રીતે અપાય? જોકે લોકડાઉન દરમ્યાન લોકો ની નબળાઈ સમાન તમબાકુ, સિગરેટ,પાન માવા નો ધનધો વાપી અને સમગ્ર જિલ્લા માં જોર માં હતો.એક ખબરી મુજબ વેપારીઓ કરોડો કમાયા!
મનું કાકા ઉકાળો પીતા હતા ત્યારે સાથે ઉભેલા પત્રકારે પૂછ્યું”હાલે વલહાડ માં દારૂ મળે?મનું કાકા એ કહ્યું હા જો બકા જ્હોન માર્ટિન ના ૧૫૦, આઈ. બી.ના ૨૦૦ અને ખમ્ભો જોઈએ તો૭૦૦ .
પોલીસ પણ શું કરે? જો ને ચાલુ લોકડાઉન માં દેશી દારૂ ની ભઠ્ઠી પર રેડ કરી,એક મહિલાને પકડી લાવ્યા.આ બહેન ને જ્યુડિશિયલ કસ્ટડી માં મોકલતા પેહલા ફરજીયાત કોરોના ટેસ્ટ કર્યું તો બોલ બકા તે પોઝિટિવ નીકળી! એટલે પોલીસ કોન્સ્ટેબલો ને ક્વોરણતાઈન કરવા પડ્યા.એટલે જાએ તો જાએ કહા?
મનુ કાકા એ ઠોન્સ માં ને ઠોન્સ માં ઉકાળા ના બે ગ્લાસ પીધા પછી પાસે ઉભેલ પત્રકાર ના કાન માં કહ્યું કે લોકડાઉન માં વલસાડ ના બુટલેગરો સોલિડ કમાયા ભાઈ !
એવી ચર્ચા બો ચાલે. અરે થોડા દિવસ પેલ્લા એક એક્સએસ મોપેડ પર દારૂ લઈ જતા બુટલેગર નો ટોડ થઇ ગયો!
અને જ્યારે પણ વલસાડ સીટી પો.સ્ટે.પર ક્વાલિટી કેસ નું દબાણ વધે એટલે ટોપ નું નાલચુ ધોબી તળાવ અને તે પણ સ્ત્રી બુટલેગર ની તરફ!
એટલામાં ચેનલો વાળા ઓ એ કાર્યક્રમ ની બાઈટ ચાલુ કરી એટલે મનું કાકા ધીરે થી બોલ્યા જે બકા વધુ આવતી કાલે તને એક કાળી સ્કોર્પિયોની ચર્ચા આપીશ!