વલસાડ તાલુકામાં બોગસ વસિયતનામું કરી બોગસ માલિક બની કરોડો ની જમીન ની એન્ટ્રી પડાવી વેચાણ કરવાના ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.
આ આખા ખેલમાં રાજકીય પક્ષોના કેટલાક છપાયેલા કાટલા જેવા પદાધિકારીઓ પણ સામેલ છે.
કલેકટર વલસાડ કે મહેસુલ તંત્ર નો કોઈપણ ડર વગર આખું કૌભાંડ ઘડાયું પણ કોઈને ભણક કેમ ન આવી ?
વલસાડ તાલુકા ની મોકા ની કરોડો રૂપિયાની ખેતી ની જમીનને કલાસ વન મહેસૂલી અધિકારીએ આ બોગસ વારસદારોને કાયદાકીય વારસદાર ગણવા માટે ચુકાદો ના મા આપ્યા બાદ ઉપલા મહેસૂલી અધિકારી ને અંધારા માં રાખી એન્ટ્રી સર્ટિફાય કરાવી હોવા મામલે ટુંકજ સમયમાં દસ્તાવેજ થી આ જમીન વેચનાર અને ખરીદનાર કોણ તે અંગેના આ આખા સનખેજ પ્રકરણનો પર્દાફાશ સત્યડે ઉપર ટૂંક સમયમાં કરવામાં આવશે (ક્રમશઃ)