રાજ્યમાં આજે 17મીએ નગરપાલિકાની ચૂંટણીનું અાયોજન કરવામાં આવ્યુ છે જેમાં કુલ 529 વોર્ડની 2116 બેઠકો માટે મતદાન થશે. જો કે 2116 બેઠકો પૈકી 52 બેઠકો બિનહરીફ થઇ છે. ત્યારે આજે વલસાડમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં નગર પાલિકા ચૂંટણીનું મતદાન શરૂ થયુ છે.
[slideshow_deploy id=’31167′]
વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની આજરોજ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં વલસાડ-ધરમપુર અને પારડી નગરપાલિકામાં હાલ ચૂંટણી પ્રક્રિયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલી રહી છે, જેમાં આ વખતે સમગ્ર જિલ્લા ની નજર વલસાડ નગરપાલિકા પર મંડાઈ છે કારણ કે આ વખત ની વલસાડ પાલિકા બેઠક પર 160 થી વધુ અપક્ષ , 44 ભાજપ અને કોંગ્રેસ ના 23 ઉમેદવારો મેદાને છે, ત્યારે આ વખતે કોની સરકાર પાલિકા પ્રમુખ રચશે .
વલસાડ કલેકટરે વલસાડ વોર્ડ -9 બાઈ આવાબાઈ હાઇસ્કુલના મતદાન મથકોની મુલાકાત લીધી હતી.વલસાડ નગરપાલિકા ચૂંટણીનુ શાંતિપૂર્ણ મતદાન ચાલી રહેલ છે.