વલસાડ નગરપાલિકા માં આજરોજ ડ્રેનેજ માટે નવા મશીનો નું ધારાસભ્ય ભરત પટેલ ના હસ્તે લોકાર્પણ કરવામા આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં નગરપાલિકા ના કર્મચારીઓ અને નગરપાલિકા સભ્ય જોડાયા હતા.
આજરોજ મળેલ નવા મશીનો માં પ્રેસર કમ જેટિંગ મશીન, જેટિંગ મશીન અને ગ્રેબ્રેજ મશીન અંદાજે 50 લાખ ના મશીનો સરકાર તરફ થી વલસાડ નગરપાલિકા ને આપવામાં આવ્યા છે જેનું લોકાર્પણ ધારાસભ્ય ભરત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ મશીનો આવવા થી નગરપાલિકા વિસ્તાર ના મોટાભાગ ના ડ્રેનેજ ના પ્રશ્નો હલ થઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.