વલસાડ માં મુખ્યમંત્રી રૂપાણી ના આગમન સમયે વલસાડ કોંગી આગેવાનો ની અટક કરાતા મામલો ગરમાયો હતો અને કોંગી અગ્રણી ગૌરવ પંડ્યા પોલીસ મથકે પોલીસ પાસે શામાટે અટક કરાય છે તે અંગે સવાલો ઉઠાવી ખુલાસો માંગતા વાતાવરણ માં ગરમા ગરમી આવી ગઈ હતી વલસાડ ના ભદેલી ખાતે મોરારજી ભાઈ દેસાઈ ની જન્મ જયંતિ નિમિતે તેમની પ્રતિમા અને ભવન ના ઉદઘાટન પ્રસંગે રાજ્ય ના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી આવવાના હોય પોલીસ દ્વારા જયશ્રી બેન પટેલ પ્રદેશ મહિલા નેતા , રોનક શાહ યુથ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અને રાહીલ શૈખ યુથ કાર્યકર્તા ની અટક કરવામાં આવી હતી પરિણામે કોંગીજનો રોષે ભરાયા હતા અને આ બાબત ને લોકશાહી નું હનન ગણાવી હતી.
Sunday, May 19