[slideshow_deploy id=’25739′]મકરસંક્રાતિ પર્વને લઇને વલસાડ જિલ્લામાં હાલ ઠેરઠેર પતંગના સ્ટોલ લાગી ચૂક્યા છે. અને અત્યારથી, જ સૂરતી ખંભાતી પતંગો તેમજ ફિરકીઓનું વેંચાણ શરૂ ચૂક્યું છે જો કે આ વખતે કલેક્ટરનો ચાઇનીઝ દોરી તુક્કલ પર પ્રતિબંધ હોય તમામ સ્થળોએ, દેશી પતંગ દોરીની અવનવી વેરાયટી સ્ટોલ પર જોવા મળી રહી છે વાપીમાં ૮૦ વર્ષથી પતંગ, દોરીના વ્યવસાય સાથે સંકળાયેલા મહારાજા પતંગના અશ્વિનભાઇ અને સૂરેશભાઇ જણાવે છે કે આ વખતે જીએસટીનો માર પતંગના વ્યવસાય પર અસર કરી રહ્યો છે. અને પતંગ તેમજ દોરામાં ગત વર્ષ કરતા ૪૦ ટકા જેટલો ભાવ વધારો વર્તાયો છે. પરંતુ ઉતરાયણનું પર્વ ઉત્સાહ અને ઉમંગનું પર્વ છે. એટલે ઘરાકીમાં કોઇ મોટી ઓટ દેખાતી નથી. આ વખતે પતંગ બનાવનાર કારીગરોની મહેનતાણાને લઇને શોર્ટેજ વર્તાઇ છે એટલે પતંગોની આવક ઘટી છે. પરંતુ દોરામાં આવક ઘટી નથી. સુરત અમદાવાદથી મોટી સંખ્યામાં બ્રાન્ડેડ દોર, ફિરકીની આવક થઇ રહી છે. આ વખતે અપ્પુ, એકે૪૭ સહીતના ફીરકી દોરાની ડીમાન્ડ જોવા મળી રહી છે.
આલોક શાહ નામના વેપારીએ જણાવ્યું હતુ કે આ વખતે પતંગોની વેરાયટીમાં મોદી, ચાર ચાર બંગડી, ટાઇગર ઝીંદા હે, બાહુબલી, ડોરેમોન, છોટાભીમ, ચાચા ભતીજા, સોનુ તને મારા પર ભરોશો નય કે, જેવી પતંગની ડીમાન્ડ છે. ભાવની વાત કરીએ તો, ૨ રૂપિયાથી ૬૦ રૂપિયા સુધીનો ભાવ વિવિધ કાગળ, પ્લાસ્ટિક, અને કાપડની પતંગોમાં બોલાઇ રહ્યો છે. ફીરકીના ભાવની વાત કરીએ તો ૧૦ રૂપિયાથી ૨૦૦૦ હજાર સુધીની ફિરકીઓ બજારમાં ઉપલબ્ધ છે. વલસાડ જિલ્લામાં ખંભાત, સુરત, નડીયાદ અમદાવાદથી પતંગના વેપારીઓ આ પતંગ તેમજ દોર મંગાવે છે
એવી જ રીતે ઠેર ઠેર કાચા દોરને કલર ચઢાવી પાકા બનાવતા કારીગરો પણ દોરને કલરથી પાવા સજ્જ થયા છે જેઓનું કહેવું છે કે આ વખતે કાંચવાળા દોર પર પ્રતિબંધ છે એટલે અમે માત્ર કલરવાળા દોર જ તૈયાર કરીએ છીએ અને તેને કરકરો અને બીજી દોર કાપતો બનાવવા ચારોઠીનો ઉપયોગ કરીએ છીએ પરંતુ અમારા ભાવમાં કોઇ જ વધારો આવ્યો નથી
ઉલ્લેખનીય છે કે મકરસંક્રાતી પર્વ એ આનંદ અને ઉલ્લાસનું પર્વ છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી પતંગની દોરી માનવીઓ તેમજ પશુ પક્ષીઓ માટે જીવલેણ બનતી રહી છે ત્યારે સરકારે પતંગ મહોત્સવ કોઇને પણ માટે જીવલેણ પર્વ ના બને તે માટે ચાઇનીઝ બનાવટની પ્લાસ્ટિકની ઘાતક દોરી તેમજ દેશી બનાવટની કાંચની દોરી પર પ્રતિબંધ મુક્યો છે જેને પતંગ રસીયાઓ તેમજ વેપારીઓએ પણ પુરો સહકાર આપ્યો છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.