વલસાડ ના તિથલ રોડ પર આવેલ શેઠ આર જે જે ઇંગ્લિશ મીડિયમમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ત્રિ દિવસીય આ કાર્યક્રમ દરમ્યાન વાલીઓ તેમજ જાહેર જનતા મુલાકત લેતા હોય છે જેનાથી બાળકો પ્રોત્સાહીત થાય છે અને કઈક નવું કરવાની પ્રેરણા મળે છે ,શાળાના પ્રિન્સિપાલ પ્રાર્થના વર્માએ જણાવ્યું હાઈસ્કૂલમાં આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા જે પણ એક્ટિવિટી થતી હોય છે તેજ કૃતિઓ ને પ્રદર્શનરૂપે મુકવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને તેઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓ ખીલે છે આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળા ના પ્રિન્સિપાલ ના માર્ગદર્શન હેઠળ સ્કૂલના શિક્ષકો પણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
Sunday, May 19