પ્રિમોન્સૂન ની કામગીરીની સાધનોમાં ટ્રેકટર ચાલુ કરવા માટે સેનેટરીના કામદારો ને ધક્કો મારવાની ફરજ પડતી હોય છે
પ્રતિનિધિ:પારડી,
પારડીમાં દર ચોમાસાની સીઝનમાં ઠેર-ઠેર નગરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરવાના અનેક સમસ્યાઓ રહેતી હોય છે. જેના માટે પારડી નગરપાલિકા એ પ્રિમોન્સૂન ની કામગીરીની શરૂઆત આજ રોજ ધરવામાં આવી હતી. જેમાં પારડી નગરના વિવિધ વોર્ડમાં પાલિકાના પ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ સેનેટરી વિભાગની ટીમ સાથે સાફ-સફાઈ કરવામાં આવી હતી. અને અત્યારથીજ વરસાદના મોસમમાં નગરજનો ને તકલીફ ન પડે તેની પાલિકા ના પ્રમુખ ની ટીમે ધ્યાન દોર્યું હતું। તો બીજી તરફ પાલિકાના સેનેટરી વિભાગના ટ્રેકટરનું વારંવાર જરૂરિયાત પડતી હોય છે પરંતુ ટ્રેકટર ની હાલાત હાલ ધક્કા મારીને ચાલુ કરવામાં આવતી હોય છે. જે બાબત પાલિકા માટે ખુબજ શરમજનક બનતી હોય છે. માટે પાલિકા ના પ્રમુખ તેમજ આરોગ્ય વિભાગના ચેરમેન તાકીદ ધ્યાન દોરી ટ્રેક્ટરનું સમારકામ કરાવે તે જરૂરી બની રહ્યું છે. અને જે બાબતે સેનેટરી વિભાગના અધિકારીએ પણ નગરમાં પડતી મુશ્કેલીઓ તેમજ સાફ-સફાઈનું ધ્યાન દોરવું જોઈએ ત્યારે સેનેટરી વિભાગના એક અધિકારી તેઓના એસી ચેમ્બરમાં માત્ર બેસેલા જ જોવા મળતા હોય છે.