રોહીબીશનના ત્રણ કેસનો વોન્ટેડ દમણનાં આરોપીને પારડી પોલીસ ઉંચકી લાવી વલસાડ રૂરલ ના નંદવાલા ગમે પોલીસ કર્મી ને માર મારી લૂંટ ચાલવાના કેસમાં પણ આરોપી વોન્ટેડ હતો.
પારડી વલસાડ સીટી અને વલસાડ રૂરલ પોલીસ મથકે પ્રોહીબીશનના ત્રણ કેસનો દમણનો વોન્ટેડ આરોપીને પારડી પોલીસ ઉંચકી લાવી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો આરોપી ઉમેશ રમેશભાઈ પટેલ રહે દોડિ કડેયા પટેલ ફળિયા નાની દમણ જેના સામે ગુજરાતમા ત્રણ પોલીસ મથકે પ્રોહીબીશનના કેસ પેન્ડિંગ માં રહેલ હોવાનું પોલીસ જણવ્યું હતું જેમાં જાન્યુંવારી 2017 માં વલસાડ રૂરલના નંદવાલા ગામે પોલીસ કર્મી કિશોર ભાણાભાઈ ને માર મારી લૂંટ ચાલવાના કેસમાં કલમ 332 અને 392 નો ગુનો નોંધ્યો હતો આરોપી ઉમેશ વોન્ટેડ હતો પારડી પોલીસને મળેલ બાતમી ના આધારે દમણ થી ઉંચકી લાવી હતી જયારે હજી વલસાડ સીટી અને વલસાડ રૂરલ પોલીસ ઉમેશને ટ્રાંસફર વોરંટ થી લઇ જવાની કાર્યવાહી હાથ ધરી રહી છે