વલસાડ જિલ્લામાં સરકાર દ્વારા મંડળી થકી આપવામાં આવતી ફિશિંગ બોટ ની ડીઝલ ની સબસીડી આપવામા ઠાગાથૈયા કરવામાં આવતા લાભાર્થીઓમાં નારાજગી પ્રસરી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર દ્વારા ફિશિંગ બોટ ની ડીઝલ ની સબસીડી આપવામાં આવે છે જે 21% વેટ ના આઘારે મળે છે જેમાં ૩૦ જેટલા લાભાર્થીઓ ને હજી સબસીડી મળી જ નથી આ સબસીડી ના મળવાપાત્ર રકમ ન ચૂકવતા મંડળી દ્વારા ગાંધીનગર ખાતે પણ રજુઆત કરવામાં આવી હતી. સૂત્રો એ જણાવ્યું હતું કે, દેના બેંકમાં ચેક નાખવામાં આવ્યા હતા દેના બેંક હાલમાં બેન્ક ઓફ બરોડામાં મર્જ થઈ ગઈ છે, ત્યારે ટેકનિકલી ગુંચ ઉભી થઇ છે અને મળવાપાત્ર સબસીડી અટકેલી પડી છે તેવે સમયે લાભાર્થીઓ પોતાના અટકેલા લાભો મળે તેવુ ઇચ્છી રહ્યા છે.
Sunday, May 19