ધરમપુર ખાતે લોકમંગલમ ટ્રસ્ટ દ્વારા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ગાંધી બાપુના જીવન ઝાંખીનું પ્રદર્શન, પુસ્તક મેળો તેમજ સ્વછતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધરમપુરના નગરજનોને મહાત્મા ગાંધીજીના જીવનની ઝાંખી કરાવવા અને ગાંધીજીના વિચારો થકી શહેરને વેગ આપવા ગાંધી નિર્વાણદિને એક ખાસ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. લોકમગલમ ટ્રસ્ટ ,ખોબા દ્રારા ધરમપુર ખાતે આયોજીત આ કાર્યક્રમમાં ગાંધીજીના જીવની ઝાંખી, સત્યાગ્રહ સમયના મહામુલા ફોટાઓ, પુસ્તકોનું પ્રદર્શન, ગાંધીજીના ચરખાનું પ્રદર્શન, સ્વચ્છતા અભિયાન તેમજ તેમના અહિંસા પરમો ધર્મના વિચારો થકી મળેલી આઝાદી પર પ્રવચન યોજાયુ હતું.
ધરમપુરના નગરપાલિકા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો તેમજ કોલેજ-સ્કૂલના વિધાર્થીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમને ધરમપુરના પ્રાંત અધિકારી તેમજ પાલિકા ચીફ ઓફિસરે ખુલ્લો મુક્યો હતો આ કાર્યક્રમનો ખાસ હેતુ એ હતો કે ગાંધી વિચાર લોકો સુધી પહોંચે અને ગાંધીજી ના રચનાત્મક કાર્યોને લોકો અપનાવે[slideshow_deploy id=’28588′]