કોરોના વાયરસ ની ઝડપ વધતા આખું વિશ્વ ઘરમાં લોકડાઉન થઈ ગયું છે ત્યારે ભારત માં પણ 21 દિવસ સુધી લોકડાઉન ના આદેશ કરી દેવાયા છે જેને પગલે ગુજરાત માં પણ તમામ જગ્યાએ પોલીસ લોકડાઉન નો કડક અમલ કરવી રહી છે ત્યારે વલસાડ શહેર માં પણ પોલીસ કર્મચારીઓ રાત દિવસ ખડેપગે સેવા આપી રહ્યા છે જોકે, જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ માટે લોકો ઘર બહાર ઈમરજન્સી માં નીકળી રહ્યા છે તેવા લોકો ની સ્થિતિ જાણી ને ગેસ ના બાટલા , દવાઓ અને ખાદ્ય વસ્તુઓ માટે થોડી છૂટ સિવાય લોકડાઉન ની સ્થિતિ જાળવી રાખી લોકો ને પોતાના હિત માટે બહાર નહિ નીકળવા અપીલ કરવામાં આવી રહી છે. હાલ નવરાત્રિ હોય ઘણા પોલીસ કર્મચારીઓ ઉપવાસ ઉપર હોવાછતાં ખડે પગે ફરજ બજાવી રહ્યા છે, હાલમાં કોરોના જાગૃતિ અર્થે સીટી પોલીસ સ્ટેશનના સીટી પીઆઇ તથા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિતની ટીમ રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ હાથ ધરી લોકો ને પોતાના સ્વાસ્થ માટે કાયદા નું પાલન કરવા સમજાવી રહ્યા છે અને લોકડાઉન દરિમયાન બહાર નહિ નીકળવા અપીલ કરતા નજરે પડ્યા હતા. હાલ માં લોકડાઉન ને પગલે વલસાડ માં ફરફ્યુ જેવો માહોલ નજરે પડી રહ્યો છે અને લોકો કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
Friday, May 17