-કોલેજ કેમ્પસ અસામાજિક તત્વો નો અડ્ડો બન્યો
-કોલેજ કેમ્પસ માં સિગરેટ નું ધૂમ વેચાણ
વલસાડ ની એક માત્ર તિથલ રોડ સ્થિત વીર નર્મદ યુનવર્સીટી સંચાલિત કોમર્સ,આર્ટસ,લો,સાયન્સ,પોલીટેક્નિક, ડિપ્લોમા, કોલેજ આવી છે જ્યાં આજરોજ બપોર ના સમયે કોમર્સ કોલેજ ના કેમ્પસ માં બે જૂથ વચ્ચે મોટી બબાલ થવાની હોય જે બાબતે કોઈ વ્યક્તિ એ વલસાડ પોલીસ કંટ્રોલ મથક માં ફોન દ્વારા જાણ કરતા સિટીપોલીસ ની ટિમ કોલેજ ખાતે પોહચતા બે જૂથ વચ્ચે નજીવી બાબતે મોટી તકરાર થતા અટકી હતી.
જ્યારે અમારી ટિમ કોલેજ કેમ્પસ માં કવરેજ અર્થે ગઈ હતી ત્યારે કોલેજ કેમ્પસ ના ફરતે ચારે બાજુ બહારના અસામાજિક તત્વો બેફાન વગર નંબર ની બાઈકો હંકારતા અને બહાર ન તત્વો કોલેજ માં અડીંગો જમાવી કોલેજ માં ભણવા આવતી છોકરી ને તેમના પ્રેમજાળ માં ફસાવાના ઇરાદે લુખ્ખા તત્વો અડીંગો જમાવી કેમેરામાં કેદ થયા હતા જ્યારે કોલેજ ના પાછળ ના ભાગે આવેલ સંસ્કાર કેન્દ્ર પર લાગેલ 5 થી વધુ લારીગલ્લા પર સિગરેટ નું વેચાણ અને લુખ્ખા તત્વો સિગરેટ ફૂંકતા કેમેરામાં કેદ થયા હતા ,ત્યારે વલસાડ પોલીસ આજે જે રીતે સરસ કામગીરી બજાવી કોલેજ માં જે મોટી બબાલ થતી અટકાવી હતી તેમજ રોજ પોલીસ એક ચક્કર કોલેજ કેમ્પસ માં મારે જેથી આવા અસામાજિક તત્વો બનેલ વિદ્યા મંદિર નું છબી ખરાબ ન થાય અને બહાર ગામ થી અભ્યાસ કરવા આવતી નબીરા આવા લુખ્ખા રોમિયો ગિરી કરવા આવતા તત્વો થી દુર રહે તેવી સમાજ ના જાગૃત નાગરિકો માં માંગ ઉઠી છે