વલસાડમાં રાંધણ ગેસ સહિત ના ભાવો વધતા ગૃહણીઓ ના બજેટ ખોરવાયા. હાલમાં દેશ ની જનતા બેકારી, મોંઘવારીમાં પીસાઈ રહી છે અને મધ્યમ વર્ગ ના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે હાલમાં જ રાંધણ ગેસ ના બાટલામાં થયેલા ભાવ વધારા ને પગલે ગૃહણીઓ ના બજેટ ખોરવાયા છે તેવે સમયે વલસાડ ખાતે વલસાડ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા કલેકટરશ્રીને આવેદન પત્ર પાઠવી મોંઘવારી ને ધ્યાને લઇ વર્તમાન સરકાર ભાવ વધારો પરત ખેંચવા માંગ કરી હતી. વલસાડના વલસાડ જિલ્લાના મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને અપાયેલા આવેદનપત્ર મારફતે રાજ્ય સરકાર ને ત્વરિત પગલાં ભરવા માંગ થઈ છે ઉપસ્થિત મહિલા અગ્રણીઓ દ્વારા સરકાર ની જનતા વિરોધી નીતિરિતિ સામે આકરા પ્રહાર કરાયા હતા.
Sunday, May 5