વિરોધીઓના વિકાસ મુદ્દે રાહુલે કોસંબામાં માછીમારો સાથે લોકસવાદ કરી, પાટીદાર સમાજ હોલ ખાતે ખેડૂતો દ્વારા પડતર પ્રશ્ને રાહુલસાથે સભા યોજી, કોંગ્રેસ આવે છે ના નારા સાથે રાહુલ ગાંધીનું વલસાડમાં ભવ્ય સ્વાગત,
રાહુલની નવસર્જન યાત્રા માં ઉમટી જંગી મેદની.
વિધાનસભા ચૂંટણી 2017 ની બેઠક માટે વલસાડ બેઠક મહત્વની હોય છે જેના ભાગરૂપે રાહુલ ગાંધી છેલ્લા બેદિવસથી વલસાડ જિલ્લા ની મુલાકાતે આવ્યા હતા જેઓનું આજરોજ વલસાડ પ્રવાસ પ્રુણ થયો હતો . આ બે દિવસમાં રાહુલ ગાંધી દ્વારા જિલ્લામાં નાનપોઢા, ધરમપુર, કપરાડા, પારડી, વા પી, વલસાડ, કાંઠા વિસ્તાર કોસંબા-ડુંગરી ખાતે અલગ-અલગ સ્થળો પર રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
વલસાડમાં આજરોજ રાહુલ ગાંધી સવાર થી બપોર સુધી રોકાયા હતા ત્યારબાદ વાપીથી નીકળી પારડીમાં એક ટૂંકી સભા યોજી બાદ માં તેઓ વલસાડમાં કડવા પાટીદાર હોલ ખાતે જિલ્લાના ખેડૂતો સાથે તેમના પડતર પ્રશ્ન અંગે કાર્યક્રમ યોજી આગળ પ્રવાસ ધપાવ્યો હતો.
કપરાડાના નાના પોંઢાં ખાતે નવસર્જન યાત્રામાં જંગી મેદનીને સંબોધી હતી. આ સભામાં રાહુલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ નરેન્દ્ર મોદી પર નિશાન તાકતા કહ્યું હતું કે તેઓ વાયદા પાળવામાં કાચા પડે છે.
મોદીજીએ લોકોના વિકાસને બાજુ પર મૂકીને માત્ર ઉદ્યોગપતિનો જ વિકાસ કર્યો છે. તેમણે ટાટા નેનોના પ્લાન્ટ નાંખવા માટે બીજેપી સરકાર દ્વારા 35 હજાર કરોડ જેટલા નાણા આપીને સહાય કરી એટલી જંગી રકમ કોંગ્રેસ સરકારે સમગ્ર ભારતમાં સામાન્યમાં સમાન્ય મજુરને રોજગારી મળી રહે તે માટે મનરેગા માટે ફાળવ્યા હતા. પરંતુ ભાજપે ઉધોગપતિને લહાણી કરી દીધી હતી.
આદિવાસી વિકાસ માટે 2007માં 15 હજાર કરોડ રૂપિયા આપવાની વાત કરતા ર્મોદીએ 2012 સુધી આદિવાસીઓ માટે કઈ ના કર્યું અને ફરીથી એક જાહેરાત કરી કે, 40 હજાર કરોડ રૂપિયા આદિવાસી માટે આપીશ પરતું હજુ સુધી કોઈ ને મળ્યા નથી. 5 લાખ યુવાનોને મેક ઇન ઈન્ડિયા ના નામે રોજગારી આપવાની વાત કરી હતી.પરંતુ સમગ્ર ભારતમાં એ હાલ છે કે 24 કલાકમાં ભારતમાં માત્ર 450 યુવકોને જ નોકરી મળે છે.
આ કાર્યક્રમમાં અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકરે, અશોક ગેહલોત સહિતના અનેક મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.