બેટી પઢાવો બેટી બચાવોની વલસાડ આરોગ્ય વિભાગ દ્રારા કાઢવામાં આવેલી રેલીને ધરમપુર પોલીસે અટકાવી હતી. પરમિશન વગર રેલી કાઢી હોવાથી પોલીસે રેલીને અટકાવી હતી. હાલ ચાલી રહેલા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત જિલ્લાના દરેક તાલુકાઓમાં રેલી કાઢવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે ધરમપુરના જાહેર માર્ગ પર વિશાળ રેલી યોજાઈ હતી. જો કે પોલીસે આ રેલીની અટકાવી દીધી હતી. રેલીમાં જોડાયેલા કર્મચારીઓ અને લોકો અટવાઇ ગયા હતા.
Saturday, May 18