કહેવાય છે કે જે વ્યક્તિ નો કોઈ સ્વજન હોસ્પિટલમાં કે જેને દવા ની જરૂર હોય તેવા લોકો ની હાલત તો જેને વિતે તેજ જાણે અને કેટલાય એવા દાતાઓ છે કે દવા અને કેમ્પ ફ્રિ રાખીને સેવા પણ આપતા હોય છે અને અણી ના સમયે તો કઈ કેટલાય મેડિકલ સ્ટોર વાળા ગ્રાહકો ની સ્થિતિ સમજી કોઓપરેટ કરતા હોય છે પરંતુ વલસાડ માં વાયરલ થયેલા એક વીડિઓ માં એક મેડિકલ સ્ટોર વાળો દવા બદલી આપવામાં આનાકાની કરી રહયો છે અને મહિલા ગ્રાહક સાથે અભદ્ર વર્તન કરી દવા નહિ બદલી આપવાની જીદ ઉપર ઉતરી જઈ માનવતા નેવે મૂકી દે છે જેને આસપાસ ના લોકો પણ સમજાવી રહ્યા છે તેમ છતાં તે પોતાની જીદ ઉપર મક્કમ રહેતા મહિલા ગ્રાહક પણ રોષે ભરાયા હતા અને અન્ય હાજર લોકો માં પણ આ મેડિકલ સ્ટોર ના જવાબદાર ઈસમ સામે નારાજગી ફેલાઈ હતી આ બનાવે સ્થાનિક વિસ્તાર માં ભારે ચર્ચા જગાવી હતી.