વલસાડ જિલ્લા આર.ટી.ઓ વિભાગ દ્વારા આજ થી 17 જાન્યુઆરી 2020 સુધી 31મો નેશનલ રોડ સેફ્ટી વિક ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ અંતર્ગત આજરોજ વલસાડ જિલ્લા ટ્રાફિક જવાનોએ વલસાડમાં રેલી નું આયોજન કર્યું જેમાં રેલી ને વલસાડ ડી.વાય.એસ.પી ચાવડા સાહેબ એ હરી ઝંડી બતાવી રેલીનો પ્રારંભ કરાવ્યો હતો. રેલી વલસાડ સિટી પોલીસ મથક થી નીકળી ડી.એસ.પી. ઓફિસ, કલ્યાણ બાગ, આઝાદ ચોકી થઈ હાલાર રોડ ફરી કલેકટર કચેરીએ સમાપન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં પણ જિલ્લા ટ્રાફિક તેમજ જિલ્લા આર.ટી.ઓ. દ્વારા નેશનલ રોડ સેફ્ટી વિક અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરી લોકોમાં ટ્રાફિક સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવશે.
Saturday, May 18