વલસાડ સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ બેસ્ટ સ્કુલનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. દિલ્હી સ્થિત એજ્યુકેશન વર્લ્ડ સંસ્થાને નોંધણીમાં જિલ્લામાં પ્રથમ ક્રમે આવી છે. વલસાડ નજીક અબ્રામા ખાતે આવેલ CBSE બોર્ડ માન્ય સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ દિલ્હી સ્થિત એજ્યુકેશન સંસ્થા દ્વારા કરવામાં આવેલ મોજણીમાં વર્ષ 2018-2019 માટે વલસાડ જિલ્લાની તમામ શાળાઓમાં કુમાર તેમજ કન્યાઓને તો શિક્ષણ આપતી શાળાઓમાં પ્રથમ ક્રમ એનાયત કરવામાં આવ્યો છે.
દિલ્હી ખાતે એજ્યુકેશન વર્લ્ડ નામની સંસ્થા દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી પરેશભાઈ પટેલ તેમજ શાળાના પ્રમુખશ્રી ગીરીશભાઈ પંડ્યાએ ગૌરવપૂર્ણ એવોર્ડ સ્વીકાર્યો હતો. એજ્યુકેશન સંસ્થા તરફથી અગાઉ વર્ષ 2016-2017 માં પણ સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ ને બેસ્ટ સ્કૂલ નો પ્રથમ ક્રમનો અને 2018-2019 ના વર્ષમાં અને એવોર્ડ એનાયત કરાયો હતો. ચાલુ વર્ષે ફરી પ્રથમ ક્રમે બેસ્ટ સ્કુલનો એવોર્ડ હાંસલ કરી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે તેમનો દબદબો જાળવી રાખ્યો છે.
આ એવોર્ડ પ્રાપ્ત કરવા માટે સંસ્થાના પ્રમુખશ્રી ગીરીશભાઈ પંડ્યા તેમજ અન્ય ટ્રસ્ટી ગણો એ શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. વલસાડ નજીક અબ્રામા ખાતે આંબાવાડી ઓના પ્રાકૃતિક વાતાવરણમાં પાંગરેલી સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ જિલ્લામાં હાઈટેક સ્કૂલ તરીકે ખ્યાતિ ધરાવે છે. નર્સરી થી ધોરણ 12 સુધી ચાલતી શૈક્ષણિક સંકુલમાં અદ્વિતીય કરી શકાય એવો શૈક્ષણિક માહોલ ઉભો કરાયેલ છે.
હાઇટેક શૈક્ષણિક સુવિધાઓ સાથે ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવા માટે સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ દક્ષિણ ગુજરાતમાં ખ્યાતિ ધરાવે છે. સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રમુખ અને વિદ્વાન શિક્ષણવિદ શ્રી ગીરીશભાઈ પંડ્યાએ તેમની શાળાની ગૌરવવંતી સિદ્ધિ અંગે જણાવ્યું કે 2019 માં એજ્યુકેશન વર્લ્ડ નામની દિલ્હી સ્થિત સંસ્થા દ્વારા દેશભરની શાળાઓની મોજણી કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ અને વલસાડ જિલ્લામાં બેસ્ટ સ્કૂલ નો પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. CBSE બોર્ડ દ્વારા ધોરણ 10 ની પરીક્ષાનુ પરીણામ વર્ષ 2015 થી 100% આવે છે, જ્યારે ધોરણ 10 સાયન્સ પરીક્ષાનું પરિણામ વર્ષ 2016 થી 100% આવ્યું છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોને ગુણવત્તાલક્ષી અને આંતરરાષ્ટ્રીય સ્થળનું શિક્ષણ આપવા માટે તેમની સંસ્થા કટિબદ્ધ હોવાનું શ્રી ગીરીશભાઈ પંડ્યાએ જણાવ્યું છે.