વલસાડ શહેરમાં ટ્રાફિક સમસ્યા અંગે સત્યડે અખબારમાં અહેવાલો પસિદ્ધ થતા જ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર આડેધડ વાહનો પાર્ક કરી ટ્રાફિક સર્જતાં વાહન ચાલકો સામે કડક પગલાં ભરવાનું શરૂ કરી અભિયાન હાથ ધર્યું છે અને પ્રાથમિક ધોરણે ત્રણેક જેટલા વાહન ચાલકો સામે ગુનો નોંધી એક્શન લેતા ટ્રાફિક સર્જતાં વાહન ચાલકો સતર્ક થઈ ગયા છે.નડતર રૂપ પાર્ક કરતા વાહન ચાલકોને લઈને ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઇ રહી છે. તેવા વાહન ચાલકો સામે IPC-283 અને એમવી એક્ટ 122 મુજબ ગુનો નોંધી વલસાડ RTO કચેરીમાં વાહન ચાલકનું લાયસન્સ રદ્દ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પોલીસે જણાવ્યું હતુ અત્રે ઉલ્લેખનીય છે કે શહેરની ટ્રાફિક સમસ્યા અંગે સત્યડે અખબારમાં વિગતે અહેવાલ છપાયો હતો જેની તત્રએ નોંધ લઈ પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર આડેધડ થતા શહેરના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકને નડતર રૂપ વાહન પાર્ક કરતા વાહન ચાલકો સામે કડક પગલાં ભરવાનું શરૂ થયું છે અને જેતે વિસ્તારોમાં અભિયાન શરૂ કરી લાઇસન્સ રદ કરવા સુધી ના પગલાં ભરવાની કામગીરી શરૂ થતાં વાહન ચાલકો માં ફફડાટ ફેલાયો છે.
Saturday, May 18