School Infrastructure Crisis સરકાર શાળા પ્રવેશોત્સવ, આંગણવાડી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરી રહી છે ત્યારે કપરાડાના ફળી ગામની પ્રાથમિક શાળા અત્યંત જર્જરિત
– ચોમાસા દરમિયાન શાળાના દરેક ઓરડામાં પાણી ટપકી રહ્યું છે અને તમામ ઓરડામાં પાણી ભરાયેલું રહે છે. બાળકોને ભણવાની વાત તો દૂર રહી, પરંતુ બેસવાની જગ્યા નથી.
– પ્રાથમિક શાળામાં 249 બાળકો અભ્યાસ કરે છે. પરંતુ શાળાનું મકાન જર્જરિત હોવાથી બાળકો અભ્યાસ કરી શકતા નથી.
– શાળાનું નવું મકાન બનાવવા માટે શાળા સંચાલકો સહિત વાલીગણે પણ રજૂઆત કરી હતી પરંતુ પરિણામ શૂન્ય.
School Infrastructure Crisis કપરાડા તાલુકાના આંતરિયાળ વિસ્તારના ફળી ગામની પ્રાથમિક શાળા અત્યંત જર્જરિત હાલતમાં છે. વરસાદી સીઝનમાં શાળાના તમામ ઓરડાઓમાં પાણી ભરેલું રહે છે. બાળકોને ભણવાની વાત તો દૂર રહી, પરંતુ બેસવા માટે જગ્યા પણ મળતી નથી. આ પ્રાથમિક શાળાનું મકાન નવું બનાવવા માટે શાળા સહિત વાલીગણોએ રજૂઆત કરી હતી પરંતુ આજદિન સુધી શાળાનું નવું મકાનને બનાવવાની મંજૂરી આપી નથી. એટલું જ નહીં પરંતુ સમારકામ પણ કરાવવામાં આવ્યું નથી.
હાલ સરકાર પ્રવેશોત્સવની ઉજવણી કરી રહી છે એ કેટલા અંશે વ્યાજબી કહી શકાય જેવા સવાલો ચર્ચાના સ્થાને છે.
પ્રાપ્ત વિગત અનુસાર ફળી ગામની પ્રાથમિક શાળામાં 249 બાળકો અભ્યાસ કરે છે. તેમજ 9 શિક્ષકો ભણાવે છે. આ પ્રાથમિક શાળાનું મકાન ખુબજ જર્જરિત હાલતમાં હોય વરસાદ પડતાની સાથે શાળાની છત પરથી પાણી ટપકે છે અને શાળાના બધાજ ઓરડાઓમાં પાણી ભરાઈ જાય છે. બાળકોને ભણાવવાની વાત તો દૂર રહી પરંતુ બેસવા માટે જગ્યા પણ મળતી નથી. શાળાનું નવું મકાન બનાવવા માટે શાળા સંચાલકો સહિત વાલીઓએ પણ રજૂઆત કરી હતી પરંતુ આજ સુધી શાળાનું મકાન બનાવવાની વાત તો દૂર રહી શાળાનું રિપેરિંગ પણ કરવાની તંત્રએ તસ્દી લીધી નથી.
શિક્ષણ વિભાગની ઘોર બેદરકારીને કારણે શાળાના 249 બાળકોના ભણતર પર ગંભીર અસર પડી રહી છે. આવી અનેક શાળાઓ આંતરિયાળ વિસ્તારમાં આવેલી છે અને શાળાની હાલત સુધારવા માટે અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે. છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.
હાલમાં સરકાર વલસાડ જિલ્લાની વિવિધ શાળાઓનો કન્યા કેળવણી મહોત્સવ, શાળા પ્રવેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરી છે. જેમાં 26, 27 અને 28 જૂન દરમિયાન 1357 કુમાર અને 1324 કન્યા મળી કુલ 2681 બાળકોનો આંગણવાડીમાં પ્રવેશ કરાવવામાં આવ્યો છે. સરકાર શિક્ષણ ક્ષેત્રને કરોડોની ગ્રાન્ટ ફાળવી રહી રહી છે. અને ગરીબ આદિવાસી બાળકોને પગભર બનાવવા માટે તનતોડ પ્રયાસ કરી રહી છે પરંતુ સ્થાનિક તંત્રમાં બેઠેલા અધિકારીઓની નીતિરીતિને કારણે ગરીબ આદિવાસી બાળકો દૂર રહેવા પામે છે. સ્થાનિકો જણાવી રહ્યા છે કે ફળી ગામની પ્રાથમિક શાળાનું મકાન તાત્કાલિક બનાવવું જોઈએ એવી માંગ કરી છે.