એક સમયે ઘરમાં બેસી ને કામ કરતી અને સમાજ ના બંધનો માં અત્યાચાર સહન કરતી નારી આજે પુરુષ સમોવડી બની છે અને દરેક ક્ષેત્રમાં આગળ છે પરંતુ સાથેસાથે દરેક જગ્યા એ છેડતી , બળાત્કાર વગેરે બનાવો પણ વધી ગયા હોય મહિલાઓ પોતાને એ રીતે સક્ષમ બનાવે અને પોતાનું રક્ષણ કરી શકે તે રીતે તૈયાર થાય તે હેતુ થી વલસાડમાં સુંદર આયોજન કરાયું છે. આજરોજ વલસાડના કોલેજ કેમ્પસ ખાતે એબીવીપી દ્વારા અબલા નહીં તુફાન હૈ સાહસી નારી ભારત કી શાન હૈ મિશન સાહસી અભિયાન અંતર્ગત એક હજારથી પણ વધુ વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી. સ્વરક્ષણની તાલીમ સેન્સાઈ નિલેશ કોશિયા દ્વારા આપવામાં આવેલ હતી, જેમાં ડિવાઇન ગ્રુપ પણ સામેલ હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે નવસારી ના ભાજપ ના સાંસદ સી આર પાટીલ , શંકરભાઈ પટેલ એસબીઆઇ ડાયરેક્ટર તથા ધારાસભ્ય ભરતભાઈ પટેલ તેમજ કવિતા પટેલ એનએસએસ નેશનલ પાર્ટી અને ગૌતમભાઈ મુખ્ય મહેમાન હાજર રહ્યા હતા. આ અભિયાનમાં વલસાડની આવા બાઈ, આરએમવીએમ, જમનાબાઈ, મણીબા, જી.વી .ડી સ્કૂલ ની એક હજાર થી વધુ વિદ્યાર્થીનીઓ ને સ્વરક્ષણ તાલીમ અપાઈ હતી.
Sunday, May 5