વલસાડ નગરપાલીકાના પ્રમુખ ભાજપના ઉમેદવાર સોનલબેન સોલંકીએ પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ.સોનલબેન સોલંકીસાથે તેમના મહિલા કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
નગરપાલીકાની ચૂંટણી માટે ફોર્મ ભર્યા બાદ તેમણે પ્રતિક્રિયા અાપી હતી કે મહિલા સશક્તીકરણના ભાગરૂપે અમે પાંચ વર્ષ સુધી સશક્ત રીતે વલસાડમાં શાસન કર્યુ છે અને અાગામી સમયમાં પણ અાજ રીતે કાર્ય કરતા રહીશુ. તેમણે વધુમા જણાવ્યુ હતુ કે વલસાડ નગરવાસીઓએ નગરપાલીકાની અેક અલગ જ તાસીર જોય છે. પ્રજાલક્ષી અનેક કાર્ય અમારા શાસન દરમિયાન થયા છે.
નગરપાલીકાના પ્રમુખ સોનલબેન સોલંકી (જૈન) વોર્ડનં-3 પરથી ભાજપના ઉમેદવાર છે અને નગરપાલીકામાં મહિલા અનામત હોવાથી પ્રમુખ બન્યા હતા.