શહેરના ગુંજન બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એક યુવક ઘાયલ થયો છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નજર સામે યુવતીના મોતથી યુવક રડી પડતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હિટ એન્ડ રનની ઘટના વાપીના ગુંજન બ્રિજ પર બની હતી. જેમાં મોપેડ પર સવાર એક યુવક અને યુવતી પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. તે જ સમયે પૂરપાટ ઝડપે આવતી ટ્રકે મોપેડ પર સવાર યુવક અને યુવતીને ટક્કર મારી હતી. ટ્રકની ટક્કરથી યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે યુવક ઘાયલ થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, પીડિતા ઉમરકુઈ ગામની રહેવાસી હોવાનું કહેવાય છે. ઘટના બાદ યુવકે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આથી પોલીસે ફરાર ટ્રક ચાલકને ઝડપી લેવા સઘન તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે એક દિવસ અગાઉ વલસાડમાં એક વિદ્યાર્થીનું અકસ્માતમાં મોત થયું હતું. મળતી માહિતી મુજબ, મોડી સાંજે મિત્રો સાથે હોટલમાંથી પરત ફરી રહેલા પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીને કારની ટક્કરથી ગંભીર ઈજા થઈ હતી. ઘટના બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડ ભગદ્વારા પંચાયતની સીમમાં તિથલ રોડ પાસે આવેલી સરકારી પોલિટેકનિક કોલેજનો વિદ્યાર્થી હરમીત સિંહ (ઉંમર-19) તેના મિત્રો સાથે વલસાડ સ્ટેશન રોડ પર આવેલી હોટલમાં સાંજે 7.30 વાગ્યાના સુમારે જમવા ગયો હતો. જે બાદ આ દુઃખદ ઘટના બની હતી.