સુરત રો પાવર લિફ્ટિંગ અસોસિએશન દ્વારા ગયા રવિવારે વેસુ ખાતે ડેડ લિફ્ટ અને બેંચપ્રેસ સ્પર્ધાનું અાયોજન કરાયુ હતુ. જેમાં 48 કિલોગ્રામ ગૃપમાં તેજલ કે ભોયાઅે ડેડ લિફ્ટ બેંચપ્રેસમાં પ્રથમ ક્રમાંક અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા અને ઝળહળતી સફળતા મેળવી હતી.
તેમજ 75 કિલોગ્રામ ગૃપમાં ઝિન્નત એસ કન્યાતે બેંચપ્રેસ અને ડેડ લિફ્ટમાં પ્રથમ ક્રમાંક અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા અને મેડલ પોતાના નામે કર્યા હતા.
અા બંને સ્પર્ધકોએ હેત ફિટનેસ-મારૂતિ જીમ હેતલ બેન ક્વેટ પાસેથી ટ્રેનિંગ લઈ અા સ્પર્ધામાં ઝળહળતી સફળતા મેળવી હતી. અા સાથે જ વલસાડ શહેરનું નામ રોશન કર્યુ છે.