વલસાડમાં થી સુરત જવા નવી નક્કોર ટેક્સી ભાડે કરી અજાણ્યા ઈસમો એ ચાલક ને ઢોરમાર મારી કામરેજ પાસે ફેંકી દઇ ભાગી છૂટતાં ભારે ચકચાર મચી ગઇ છે. વલસાડ ના કલ્યાણબાગ ખાતે ટેક્સી સ્ટેન્ડ ઉપર ટેક્સી ભાડે આપવાનું કામ કરતા નીલેશ પટેલ ઉર્ફે કાલુ ગઈકાલે બપોરે અઢી વાગ્યાના અરસામાં પોતાની નવી ટવેરા ગાડી નંબર GJ 15 CB 6468 લઈને ઊભા હતા તે દરમિયાન એક ઈસમ તેમની પાસે આવ્યો હતો અને સુરત જવાનું ભાડું 2700/- રૂપિયા નક્કી કર્યું હતું. સુરત થી બીજા મહેમાન ને લેવાના હોવાનું જણાવી નીકળ્યા હતા, જોકે બીજા ટેક્સી વાળા એ સુરત નું ભાડું 2500/- કીધું હોવા છતાં ઇસમે 2700/- વાળી નવી ગાડી નક્કી કરી લઇ ગયો હતો. બીજી તરફ સુરત નજીક હોવા છતાં મોડી રાત સુધી નિલેશ નો કોઈ અત્તોપત્તો ન હોવાના કારણે ટેક્સી સ્ટેન્ડ ના તેમના મિત્રો ને શંકા ગઈ હતી જેથી તેઓ એ નિલેશ ના મોબાઈલ ઉપર ફોન કર્યો હતો પરંતુ કોઈ જવાબ નહીં મળતા પરિવારમાં તપાસ કરી હતી પણ ક્યાંય પતો નહિ લાગતા તેઓ એ સોશિયલ મીડિયા મારફતે નિલેશ નો ફોટો અને ટેક્સી નંબર ફોરવર્ડ કરી તપાસ ચાલુ રાખી હતી તેમ છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો દરમ્યાન આજ-રોજ સવારે કામરેજ પોલીસ સ્ટેશનમાંથી મિત્રો ઉપર ફોન આવ્યો હતો કે નિલેશ કામરેજ પોલીસ સ્ટેશનમાં છે અને તેનું આઈડી પ્રુફ સાથે લઈ આવજો ત્યારબાદ વલસાડ થી તેમના સગા-વાલા ત્યાં પહોંચી ગયા હતા અને ખબર પડી હતી નિલેશ ને ઢોર માર મારવામાં આવ્યો હતો અને અપહરણ કરી તેની ટવેરા છીનવી લેવામાં આવી હતી. સુરતની એક સોસાયટીના રહીશ એ નિલેશ ને બેભાન અવસ્થામાં જોઈ તેને સુરતની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાલ સારવાર હેઠળ છે ટવેરા લૂંટીને ભાગી છૂટેલા ઈસમો ની શોધખોળ ચાલુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. https://youtu.be/jyG5msSxCX8
Sunday, May 19